Wednesday, November 27, 2024
HomeGujaratસુરેન્દ્રનગર લોકસભાની બેઠકના ઉમેદવાર તરીકે ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરાની જાહેરાત

સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના ઉમેદવાર તરીકે ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરાની જાહેરાત

ભાજપે લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકનાં હાલના સંસદસભ્ય ડો. મહેન્દ્રભાઈ મુંજપુરાનું પત્તુ કાપી નવો ચહેરો ઉતાર્યા છે. અને ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરાના નામની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદુભાઈ શિહોર મોરબી જિલ્લા પંચાયતના પૂવૅ પ્રમુખ છે. જેમને અઢી વર્ષના શાસન કાળ દરમિયાન એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી જિલ્લા પંચાયત તરફથી મળતી કારમાં ડીઝલ ઘરના પૈસા પુરાવ્યું અને માનદવેતન પણ અઢી વર્ષમાં એક પણ વાર લીધું નથી.

- Advertisement -
- Advertisement -

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગયો છે. ત્યારે ભાજપ દ્વારા પણ વિવિધ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરનો‌ રિપીટ થયીરી કરી ચુવાળિયા કોળી સમાજના ગુજરાતમાં માત્ર સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી સમાજનું પ્રભુત્વ છે, ત્યારે ચુટણીમાં ભાજપ વધુ મતોથી જીત હાસલ કરવા માટે સ્વચ્છ છબી, શિક્ષિત અને ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવી શકે તેવાં ઉમેદવાર ચંદુભાઈ શિહોરને ટીકીટ આપી છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી ચુકેલા અને હળવદના કેદારીયા ગામના વતની ચંદુભાઈ શિહોરાનુ નામ જાહેર થતાં કાર્યકરો‌ હર્ષ લાગણી ફેલાઇ હતી, ખાસ કરીને તેઓએ ભાજપ પાર્ટીમાં પાયાનું કામ કર્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના વફાદારી પુર્વક ઉમદા કામગીરી કરી રહ્યાં છે. તો સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ક્યારેય એક રૂપિયાનો પગાર નથી લીધો અને લોકસેવાની ભાવના સાથે રાજકીય કદનાં કારણે ચંદુભાઈ શિહોરાની પસંદગી થય હોવાનું માનવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!