મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ ગાળા-સાપર રોડ ઉપર ખેતરમાં કોઈ કારણોસર સ્વીફ્ટ કાર પલ્ટી ખાઈ ગયેલ હોય. ત્યારે કારમાંથી ૧૨૦ લીટર દેશી દારૂ સાથે નાની-મોટી ઈજાઓ થયેલ ત્રણ ઈસમોની સ્થળ ઉપરથી અટક કરી સ્વીફ્ટ કાર તથા દેશી દારૂનો જથ્થો કબ્જે લઇ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ ધુળેટીના તહેવાર અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાળા-સાપર રોડ ઉપર ખેતરમાં સ્વીફ્ટ કાર રજી.જીજે-૩૬-એફ-૮૨૦૧ પલ્ટી ખાઈ હાલતમાં ઉંધી પડી હતી. અને કારની બાજુમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં બેઠા હોય, જેથી પોલીસે પલ્ટી ખાઈ ગયેલ હાલતમાં પડેલી કારમાં ચેક કરતા તેમાંથી પ્લાસ્ટિકના બચકામાં ૧૨૦ લીટર દારૂ હોય જેથી કારમાં સવાર આરોપી વસીમ અનવરભાઇ માલાણી ઉવ.૨૫ રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી-૦૨, સુલેમાન અયુબભાઇ પારેડી ઉવ.૩૦ રહે.ચીખલી તા.માળીયા(મીં), મનિષભાઇ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ મકવાણા ઉવ.૨૩ રહે.પીપળી રોડ મનિષ કાંટા પાછળ મુળરહે.પોપટપરા, જુની મીલ પાછળ, સુરેન્દ્રનગરની અટક દેશી દારૂ તથા કાર સહીત કુલ રૂ. ૧,૦૨,૪૦૦/- નો મુદામાલ કબ્જે લઇ ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.