મોરબી સ્ટેટ વિજિલન્સ ટીમે મોરબી ની મોટી ગણાતી ક્રાઈમ બ્રાન્ચ ની સાત કિમી દૂર થી જ બે કરોડ નો વીદેશી દારૂ અને મુદ્દામાલ સાથે દસ આરોપીઓ સાથેનું સુવિધાથી સુસજજ ગોડાઉન પકડી પાડ્યું હતું આ ગોડાઉન પકડવું એ એટલી હદે કઠિન હતું કે ત્યાં સીસીટીવી,ઝામર અને જીપીએસ સહિત અદ્યતન ટેકનોલોજી નો શાતિર બૂટલેગરો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચાઓ છે એમ છતાં પોલીસ ધારે એટલે પાતાળ માંથી પણ પકડી લાવે એમ મોરબી ની ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ તો ના શોધી શકી પણ ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ની ટીમને મોરબી આ દરોડો પાડવા આવવું પડ્યું હતું અને SMC ને પણ આ દોરોડો પાડવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હતી કેમ કે આજુબાજુમાં વોઇસ સીસીટીવી હતા જે પળે પળ ની નજર રાખતા હતા અને આધુનિક ટેકનો લોજી સામે બાથ ભીડવાની હતી.
અંતે સ્ટેટ વિજિલન્સ એસપી નિર્લિપ્ત રાય અને મૂળ મોરબી જિલ્લાના વતની અને ગુડબુક માં જેનું નામ છે તેવા ડીવાયએસપી કે ટી કામરિયા ના માર્ગદર્શન હેઠળ આ દરોડા ની સંપૂર્ણ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો પોલીસ બેડા ની ચર્ચા મુજબ જુદા જુદા વેશ ધારણ કરી SMC એ આ મસમોટુ વિદેશી દારૂનું ગોડાઉન પકડવાનું ઓપરેશન પાર પાડ્યું અને ગોડાઉન માંથી વિચાર બહાર નો જથ્થો મળી આવ્યો હતો જે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનીક પોલીસને ક્યાંક શંકમાં લાવતો હતો SMC ની પ્રાથમિક તપાસમાં આવું ગોડાઉન છેલ્લા સાત માસ થી અસ્તિત્વ માં હતું અને એટલું જ નહિ કરોડો રૂપિયાનો દારૂ પણ લોકોમાં પીરસાઈ ગયો હશે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી તો પછી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ને કેમ આ ખબર ન પડી એ સવાલ હતો.
SMC ની તપાસ બાદ ખાતાકીય ઇકવાયરી પણ ડીજીપી વિકાસ સહાય દ્વારા આપી કોઈ જવાબદાર અઘિકારી ને છોડવામાં ના આવે તેવી સ્પષ્ટ સૂચના ના આધારે આજે પ્રાથમિક તપાસમાં મોરબી એલસીબી પીઆઈ ડી એમ ઢોલ અને મોરબી તાલુકા પોલીસમથકના પીઆઈ કે એ વાળા ને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.ત્યારે ક્યાંક ને ક્યાંક તો મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની મીઠી નજર હશે એવું આ કાર્યવાહી થી પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે.હાલ ખાનગી માં આ આદેશ આપી બંને પીઆઈ કક્ષાના અધિકારીઓને ફરજ થી બરતરફ કરી દેવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં અન્ય પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તો નવાઇ નહિ જો કે ઉચ્ચ કક્ષાએ થી આવેલ નિર્ણય ને કોઈ નકારી ના શકે અને આ બન્ને પીઆઈ કક્ષાના અધિકારીઓએ પણ આ નિર્ણય સ્વીકારવો જ રહ્યો પરંતુ મોરબી જીલ્લામાં થયેલ આજ ની કાર્યવાહી થી સૌથી વધુ ગામ ધરાવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અને જિલ્લા ભર માં પોલીસ બેડા માં પણ ચર્ચાનો માહોલ ગરમ જોવા મળ્યો છે.તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરી થી લોકોમાં પણ પ્રશંસા જોવા મળી છે.હાલ સ્ટેટ મોનીટરીંગ સેલ ની આ કામગીરી થી મોરબીવસીઓમાં ન્યાય અપાવનાર બ્રાન્ચ નું બિરૂદ મેળવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે ખરી ખોટી વાતો કરી અધિકારીઓ સુધી વાતો કરી ઉંટ માંથી બકરું કરવામાં સફળ રહેતા પીઆઈ ઢોલ આ વખતે પોતાની ગોઠવણ કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ જોરશોર થી ચલી છે તો બીજી બાજુ જો ગત 16 જાન્યુઆરી એ એસપી એ કરેલા આદેશ નું પાલન કરી જો હળવદ ખાતે ની નિમણૂક સ્વીકારી લીધી હોત તો કદાચ આજે પીઆઈ ઢોલ હળવદ પીઆઈ તરીકે કાર્યરત હોત પરંતું પીઆઈ ઢોલ દ્વારા એવું ન કરાયું અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર ઉપરવટ થઈ દબાણ લાવી પોતાનો ઓર્ડર રદ કરાવ્યો હતો જે ની ચર્ચા પણ પોલીસ બેડા અને આઇપીએસ લોબીમાં જોરશોર થી ચાલી હતી ત્યારે પીઆઈ ઢોલ દ્વારા ભૂતકાળમાં પકડેલા દેશી દારૂ ના મોટા જથ્થા અને લોખંડ ચોરીની તપાસ કરવામાં આવે તો તેમાં પણ ખામીઓ નીકળે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલ પીઆઈ ઢોલ ડીજીપી કક્ષાએ થી આવેલ આદેશ પણ પોતાને માન્ય ન હોય તેમ આડકતરી રીતે આ ખોટું છે પોતે નિર્દોષ છે તેવો દેખાવ કરતાં હોવાની ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે ત્યારે હવે ઉચ્ચ કક્ષાએ થી થનાર તપાસમાં પણ આગામી સમયમાં સત્ય શું બહાર આવે છે એ જોવું રહ્યું તો બીજી બાજુ પીઆઈ ઢોલ પણ આ ડીજીપી વિકાસ સહાયના આદેશ સામે રાજકીય કાવા દાવા કરી બાથ ભીડે છે કે પછી ખાતાકીય વિષય સમજી સ્વીકાર કરે છે એ જોવું રહ્યું.