હળવદના જુના દેવળીયા ગામે યુવકે ગામના બે શખ્સો ઉપર પોલીસ ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી યુવક બાઈક લઈને જતો હોય ત્યારે સ્વીફ્ટ કારમાં આવી ફરિયાદી યુવકના બાઈક સાથે સામેથી કાર અથડાવી અકસ્માત સર્જી યુવકને મારી નાખવાનો પ્રયાસ કરી યુવકને બેફામ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી કહેલ કે મારી સામે કરેલ એટ્રોસિટીની ફરિયાદ પરત લઇ લેજે નહીંતર જાનથી મારી નાખીશ કહી ત્યાંથી ચાલ્યો ગયો હોય ત્યારે સમગ્ર બનાવ બાબતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૮, ૩૨૩, ૫૦૬ તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા શૈલેશભાઈ હરીભાઈ સોલંકી ઉવ.૩૪ એ હળવદ પોલીસ મથકમાં આરોપી સબીર હારુનભાઈ કટીયા રહે. જુના દેવળીયા ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે એ આ કામના કોલમ આરોપી સબીર તથા તેના ભાઈ વિરૂધ્ધ વર્ષ ૨૦૧૮ મા એટ્રોસીટીની ફરીયાદ કરેલ હોય તે કેસમાં શૈલેષભાઇ સમાધાન કરતા ન હોય તે બાબતનું મનદુખ અને ખાર રાખી આરોપી સબીર કટીયાએ ગત તા.૨૬/૦૩ના રોજ જુના દેવળીયા ગામ પટેલ સમાજ વાડીના ગેટ નજીક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવી શૈલેષભાઇના બાઈક સાથે જાણી જોઈને અથડાવી અકસ્માત કરી શૈલેષભાઈને પાડી દેતા તેને હાથમા કોણી પાસે તથા પડખામાં મુઢ ઈજાઓ પહોંચાડી મારી નાખવાની કોશીષ કરી હતી. તેમજ શૈલેષભાઈને તેમની જાતી વિષે અપમાન જનક સંબોધન કરી “એટ્રોસીટી નો કેસ પાછો ખેચી લે નહીતર હવે સાવ માથે ગાડી ચડાવી જાન થી મારી નાખીશ” તેવી ધાક-ધમકી આપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. જે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.