માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ મોરબી જિલ્લા અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતું. અને કાજલ હિન્દુસ્તાની ઉપર થયેલ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. મનોજ પનારા દ્વારા પોતાનું પોલીટીકલ કેરીયર ચમકાવવા માટે કાજલ હિન્દુસ્તાનીનો દુસ્પ્રચાર કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.
માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ મોરબી જિલ્લા અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રી, ગ્રુહ રાજ્ય મંત્રી, મોરબી જિલલા કલેક્ટર તથા મોરબી જિલ્લા પોલિસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને જણાવવામાં આવ્યું હતું કે, મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાની ઉપર જે આક્ષેપો કરાયા છે તે ખોટા અને પાયાવિહોણા છે. મનોજ પનારા દ્વારા પોતાના રાજકીય રોટલા શેકવા ના એકમાત્ર બદઇરાદાથી કાજલ હિન્દુસ્તાની ઉપર જે ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે. વધુમાં જણાવાયું હતું કે, મનોજ પનારા દ્વારા પોતાનું પોલીટીકલ કેરીયર ચમકાવવા માટે કાજલ હિન્દુસ્તાનીનો દુસ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોઇ સન્માનનીય સ્ત્રી ઉપર આવા ખોટા અને પાયા વિહોણા આક્ષેપો કરી સરેઆમ બદનામ કરવામાં આવે તે એક તાલીબાની માનસિકતા ધરાવતુ કૃત્ય છે. આપણા ભારત દેશમાં દરેક સ્ત્રીઓને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે અને તેની સાથે સન્માન પૂર્વક વ્યવહાર કરવામાં આવે છે. જો આપણા સમાજમાં આવા મનોજ પનારા જેવા વ્યક્તિઓને અટકાવવામાં નહીં આવે તો આપણા ભારત દેશમાં પણ આ મનોજ પનારા જેવા તાલિબાની વિચારધારા વાળા લોકોને પ્રોત્સાહન મળશે. તેમ માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ મોરબી જિલ્લા અધ્યક્ષ દ્વારા જણાવાયું હતું.
વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હિન્દુ સમાજ વિશે કે સનાતન ધર્મ વિશે આજદિન સુધી મનોજ પનારા એ શું કર્યું ??? કંઇ જ નહીં.. જ્યારે કાજલ હિન્દુસ્તાની કે જે હિન્દુ સમાજ માટે હિન્દૂ રાષ્ટ્ર માટે પોતાના જીવની પરવાહ કર્યા વિના કાર્ય કરે છે. બીજા રાણી લક્ષ્મીબાઇ બનીને હિન્દુ સમાજની દિકરીઓને લવ-જેહાદ અને લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવા વિષયો ઉપર સમાજને જાગૃત કરે છે અને જેહાદી તત્વોથી જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. અને તે કાજલ હિન્દુસ્તાનીનો મોબાઇલ નંબર અને તેઓનું સરનામું સોશીયલ મિડિયામાં વાયરલ કરવામાં આવે છે તથા મનોજ પનારાએ એક ન્યુઝ ચેનલનાં લાઇવ પ્લેટ્ફોર્મ ઉપર તેમની આંગણી કાપિ નાખવાની ધમકિ આપવામા આવે છે, ભડાકે દેવાની વાત પણ કરવામા આવે છે. જે મનોજ પનારા અને ભુપત ધમસાણીયા જેવા હિન્દુ વિરોધી વિચારધારા ધરાવતા લોકોની તાલિબાની માનસિકતા જ છતી કરે છે. જેને લઈ મનોજ પનારા અને ભુપત ધમસાણીયા વિરૂધ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને તેમના વિરૂધ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવે જેથી સમાજ માં એક દાખલો બેસે કે કોઇ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની રક્ષા કરતા હોય તેમની વિરૂધ્ધ તેમજ એક સન્માનનીય સ્ત્રી વિરૂધ્ધ ખોટા ષડયંત્ર રચવાનું પરિણામ શું આવે. જો આવા તાલિબાની માનસિકતા ધરાવતા મનોજ પનારા, ધનજી પટેલ, જે નંદાભાઇ ભુપત ધમસાણીયા અને જગદીશ નાડા વિરૂધ્ધ કાયદેસરનાં કોઇ પગલાં લેવામાં નહીં આવે તો આવી માનસિકતા ધરાવતા અન્ય લોકોને તેમજ હિન્દુ વિરોધીઓ વિધર્મીઓને પ્રોત્સાહન મળશે. તેમ માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ મોરબી જિલ્લા અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રી, ગ્રુહ રાજ્ય મંત્રી, મોરબી જિલલા કલેક્ટર તથા મોરબી જિલ્લા પોલિસ વડાને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.