રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપની પરીક્ષા 30મી માર્ચે શનિવારે અને ગુજકેટની પરીક્ષાનું 31મી માર્ચે રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) પરીક્ષા સવારે ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધી તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ કલાક સુધી મોરબી જિલ્લામાં ૪૫ કેન્દ્ર પર યોજાનાર છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં આગામી તા. 30મી માર્ચનાં રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ અને ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની ધો.05 ના વિદ્યાર્થીઓની 43 કેન્દ્રો પર 477 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જેનો સમય સવારે ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ પરીક્ષા અંગ્રેજી માધ્યમનાં 13 વિદ્યાર્થીઓ મળી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં કુલ 13,911 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.08નાં 9927 વિદ્યાર્થીઓ CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ)ની પરીક્ષા આપશે. આ પરીક્ષાનો સમય
બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ કલાક સુધીનો રહેશે. તેમજ CGMSની પરીક્ષા કુલ 31 કેન્દ્રો પર 346 બ્લોકમાં લેવામાં આવશે. તેમજ ગુજકોટ-2024 ની પરીક્ષા 31 માર્ચે સવારે 10 થી 04 વાગ્યા દરમિયાન ત્રણ સેશનમાં યોજાશે. જેમાં ગ્રુપ A માં 699, ગ્રુપ B માં 1548 તથા ગ્રુપ AB માં 07 વિદ્યાર્થીઓ મળી કુલ 2254 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા 11 કેન્દ્રોમાં 115 બ્લોકમાં લેવાશે.