મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ કેનાલમાં ન્હાવા પડેલ સીરામીકમાં કામ કરતા શ્રમિક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ નોકેન સીરામીકની લેબર કોલોનીમાં રહેતા સરફરાજ સમતાજભાઇ અંસારી ઉવ.૧૯ ગઈકાલે ઉંચીમાંડલ ગામ પાસે આવેલ કેનાલમા ન્હાવા પડતા પાણીમા ડૂબી જતા મરણ ગયેલ હાલતમા તેની ડેડ્બોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવતા મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી.કરી આગળની તપાસ શરૂ કરી છે.









