ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રાજસ્થાન હરિયાણા પંજાબ એમ અલગ અલગ રાજ્યમાંથી બુટલેગરો દ્વારા દારૂ મગાવી તેની હેરાફેરી કરવામાં આવે છે. જેને લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ તેમજ અલગ અલગ જિલ્લાની પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવા 10 જેટલા મોટા બુટલેગરોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અને તેમની બાતમી આપનાર લોકોને ઇનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આચારસંહિતાનું જાહેરનામું ગત તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ બહાર પડતાં, ગુજરાત રાજ્યમાં રાજસ્થાન, હરીયાણા અને પંજાબ રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજસ્થાન અને ગુજરાત રાજ્યના પ્રોહીબીશન બુટલેગરો કે જેઓ નાસતા ફરે છે. તેવા આરોપીઓને પકડવા માટે પોલીસને સચોટ માહીતી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગોતરા રોકડ ઈનામ જાહેર કરવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરેલ દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ખેંગારરામ ઉર્ફે છોટુ ખીલેરી બળવતારામ બીશ્નોઈ (રહે.ભીનમાલ, જાલોર, રાજસ્થાન)ની માહિતી આપનારને રૂ.20,000/-, અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટ (રહે.રૂપનગર, ફતેપુર, સીકર, રાજસ્થાન) રૂ.1,00,000, પવનસિંગ ભખરસિંગ મહેછા (રહે.બાડમેર, રાજસ્થાન)ની માહિતી આપનારને રૂ.25,000, તૌફીક નજીરખાન મુસલમાન (રહે.જારીયા દુધવા, ચુરુ, રાજસ્થાન)ની માહીતી આપનારને રૂ.25,000 ઇનામ આપવામાં આવશે. તેમજ ભરત ઉદાજી ડાંગી (રહે.ઉદેપુર, રાજસ્થાન) – રૂ.50,000, સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી (રહે.ઉદેપુર, રાજસ્થાન) – રૂ.25,000, આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ (રહે.આબુરોડ, શિરોહી, રાજસ્થાન) – રૂ.1,00,000, પીરારામ મેવારામ દેવાસી(રબારી) (રહે,પોસલા, રાજસ્થાન) – રૂ.25,000, વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા (રહે.રામનગર, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા) રૂ.25,000 તથા કાંતીલાલ ઉર્ફે રોહિત રતીલાલ મારવાડી (રહે.ભીનમાલ, જાલોર, રાજસ્થાન)ની માહિતી આપનારને રૂ.20,000 નું આગોતરું રોકડ ઈનામ આપવામાં આવશે.