લોકસભા ચૂંટણી -૨૦૨૪ અન્વયે હળવદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોએ હળવદ પ્રાંત અધિકારી, હળવદ પોલીસ મથકના પીઆઈ તથા વાંકાનેર વિભાગના ડીવાયએસપી દ્વારા સંયુક્તમાં રૂબરૂ મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
હળવદ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ તથા તેમની સાથે હળવદ પ્રાંત અધિકારી આચાર્ય તેમજ હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ દ્વારા સ્ટાફ સહીત સંયુક્તમાં સંવેદનશીલ મથકોની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની રૂબરૂ સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારે દરેક બૂથ ઉપર સરપંચ, ગ્રામજનો, ગામના આગેવાનો, બીએલઓ તથા મતદાન મથકોમાં સોંપાયેલ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા. ત્યારે વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા દ્વારા આમ પ્રજાજનોમાં પ્તાપ્તયેક નાગરિકે મતદાન કરવું જોઈએ તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવા તમામ મતદારોને અપીલ કરવામાં આવી હતી.