Sunday, September 29, 2024
HomeGujaratસુરક્ષા સેતુ સોસાયટી તથા ભકતીનગર પોલીસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે ઇન્ટ્રામોરલ ચેસ ચેમ્પીયનશીપનુ...

સુરક્ષા સેતુ સોસાયટી તથા ભકતીનગર પોલીસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે ઇન્ટ્રામોરલ ચેસ ચેમ્પીયનશીપનુ આયોજન કરાયુ

રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ભક્તિનગર સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ઇન્ટ્રામોરલ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને પોલીસ કમિશ્નરના હસ્તે ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અને ખેલદિલીની ભાવનાથી રમવા અને ભવિષ્યના રમત ગમત ક્ષેત્રે પ્રગતિ કરવા શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ ભકતીનગર પોલીસ સ્ટેશન ખાતે ૦૨/૦૪/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ, અધીક પોલીસ કમીશ્નર વિધી ચૌધરી, ઝોન-૧ વિભાગના નાયબ પોલીસ કમીશ્નર સજજનસિંહ પરમાર તથા મદદનીશ પોલીસ કમીશ્નર બી.વી.જાધવની ખાસ ઉપસ્થીતીમા ભકતીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.સરવૈયા તથા પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.ગીલવા દ્રારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે અને સૌહાર્દ સધાય તે હેતુ થી એક ઇન્ટ્રામોરલ ચેસ ચેમ્પીયનશીપ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે એચ.એન.શુકલા સ્પોર્ટસ કોલેજના બી.પી.ઇ.એસ. થર્ડ યરના કુલ – ૧૧ વિધાર્થીઓ તથા ભકતીનગર પોલીસ સ્ટેશના કુલ-૧૧ અધીકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ચેસ ચેમ્પયનશીપનું આયોજન કરાયું હતું.

જે સૌહાર્દપુર્ણ વાતાવરણમા યોજાયેલ આ ચેમ્પીયનશીપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિજેતાઓને ટ્રોફિ, મેડલ તથા સર્ટીફિકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

તેમજ ઇન્ટ્રામોરલ ચેસ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર તમામ કર્મચારીઓને પણ મેડલ તથા સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામા આવ્ય હતા.જેમા પ્રથમ ક્રમાંક પાર્થ નીલેશભાઇ ગોડલીયા, દ્રીતીય ક્રમાંક શૈલેશ વેલાભાઈ બોસરીયા તથા તૃતીય ક્રમાંકે અદિતીબેન નંદા આવ્યાં હતાં. જેમને અધિકારીઓમાં હસ્તે ઇનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા. આ તકે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સીનીયર NSNIS હેડ કોચ ચીંતનકુમાર કિશોરભાઇ રાવલ (ગુરૂ) એ કો.ઓર્ડીનેટર તથા જજ તરીકેની ભુમીકા ભજવી હતી. જેમને પણ પોલીસ કમિશનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ ભાગલેનાર સ્પર્ધકોને ખેલદિલીની ભાવનાથી રમવા અને ભવીષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે ખુબ પ્રગતી કરતા રહેવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!