Tuesday, November 26, 2024
HomeGujaratચાર રાજ્યમાં ફરીને મોરબીમાંથી પસાર થતો દારૂ બિયર ભરેલ ટ્રક મોરબી એલસીબીએ...

ચાર રાજ્યમાં ફરીને મોરબીમાંથી પસાર થતો દારૂ બિયર ભરેલ ટ્રક મોરબી એલસીબીએ ઝડપી પાડયો:એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે જમ્મુનો ડ્રાઈવર ઝડપાયો

ચાર રાજ્યમાં ફરીને મોરબીમાંથી પસાર થતો દારૂ બિયર ભરેલ ટ્રક મોરબી એલસીબીએ ઝડપી પાડયો:એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે જમ્મુનો ડ્રાઈવર ઝડપાય

- Advertisement -
- Advertisement -

હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજનાર હોય જેથી તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ દ્વારા ગેર કાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય છતાં પણ ચાર રાજ્યોમાં ફરીને દારૂ બિયર ભરેલ ટ્રક કચ્છ જવા માટે મોરબી નજીક પસાર થતો હોય તે દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાન્ચ એ હરીયાણા રાજયના અંબાલાથી કચ્છમાં ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતો 1985 પેટી જુદી-જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ અને 280 પેટી બીયરના જંગી જથ્થા સહિત એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે જમ્મુ કાશ્મીરના એક ઈસમની અટકાયત પણ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી ભયમુકત અને શાંતીપુર્ણ માહોલમાં યોજાય તેમજ આદર્શ આચારસહિતાનો અમલ થાય તે સારૂ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ કાર્યરત હતી. દરમ્યાન એલ.સી.બી.ની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી RJ-52-GA-4919 નંબરનું એક ટાટા ટ્રક ટ્રેઇલર માળીયા તરફ આવે છે. જે ટ્રેઇલરમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જે ચોકકસ હકિકતનાં આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન હકીકતવાળુ ટ્રેઇલર નીકળતા મોહિન્દરસીંગ રશલસીંગ (રહે.ફતેહપુર પ્રાયમરી સ્કુલ પાસે શેખાન પોસ્ટ રણવીરસીંગ પોરા જી.જમ્મુ -૧૮૧૧૦૨ (જમ્મુ અને કાશ્મીર)) નામના શખ્સને પોલીસ પકડી પાડ્યો છે. અને તેની પાસેથી વિદેશી દારૂની ૨૩,૮૨૦ બોટલો એટલે કે, 1985 પેટી જેની કિંમત રૂ.૬૬,૦૨,૪૦૦/- તથા ૬૭૦૦ નંગ એટલે કે, 280 પેટી બિયર ટીન જેની કિંમત રૂ.૬,૭૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧,૦૭,૯૨,૭૯૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેઇલરના ડ્રાઇવરે હરીયાણા રાજયના અંબાલાથી દારૂ/બીયરનો જથ્થો ભરી પોતાને પોલીસ પકડે નહિ તે સારૂ હરીયાણાથી રાજસ્થાન રાજયમાં ત્યાંથી મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર રાજયમાં થઇ ગુજરાતમાં આ દારૂ બીયરનો જથ્થો ભરેલ ટ્રક ટ્રેઇસર ધુસાડેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!