IPL ક્રિકેટની મોસમ શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટની સાથે સટ્ટોડીયાઓ પણ હવે બેટિંગ કરવામાં જાણે કે મસ્ત બન્યા હોય તે પ્રકારે ચારે તરફ ક્રિકેટની રમત પર સટ્ટાકાંડ શરૂ થયા છે, ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે IPL ક્રિકેટ પર સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લાતીપ્લોટ મુનનગર ચોક, નિશાન ઇન્ડ્રસ્ટ્રીઝની બાજુમાં એક ઈસમ સટ્ટો રમી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નિકુંજ પ્રફુલભાઇ દેત્રોજા (રહે.મોરબી યદુનંદન-૨૨ ખોડીયાર પાન વાળી શેરી નવયુગ સ્કુલની પાછળ) નામના શખ્સને TATA IPL ટી-20 માં ચેન્નઇ સુપર કિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચની હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી અન્ય શખ્સ સાથે ફોન ઉપર વાતચીત કરી સોદા કરી કરાવી રોકડ રૂ.૭૪૦/- તથા મોબાઇલ ફોન-૨ રૂ.૫૫૦૦/ મળી કુલ રૂ.૬૨૪૦/- ના મુદામાલ સાથે નિકુંજ પ્રફુલભાઇ દેત્રોજા હાજર મળી આવી તથા અન્ય આરોપી હાજર નહી મળી આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.