Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના ડો. કુસુમબેન દોશી પરિવાર દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિરને અન્નપૂર્ણા રથ...

મોરબીના ડો. કુસુમબેન દોશી પરિવાર દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિરને અન્નપૂર્ણા રથ અર્પણ કરવામાં આવ્યો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રતના માધ્યમથી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. જે સેવાકાર્યને વિસ્તૃત બનાવવા અને શહેરના જરૂરિયાત મંદ લોકો સુધી ભરપેટ ભોજન પહોચાડવા મોરબીના ડૉ. કુસુમબેન દોશી પરીવાર દ્વારા જલારામ પ્રથાના મંદિરને અન્નપૂર્ણા રથ અર્પણ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત રાબેતા મુજબ ચાલુ જ રહેશે, તે ઉપરાંત અન્નપૂર્ણા રથના માધ્યમથી દરરોજ ઝુંપડપટ્ટી વિસ્તારના તેમજ જરૂરીયાતમંદોને ભરપેટ ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવશે. મોરબીમાં ડૉ. કુસુમબેન એ.દોશી પરિવાર દ્વારા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરને અન્નપૂર્ણા રથ અર્પણ પ્રસંગે જૈન સમાજ અગ્રણી હીરેનભાઈ દોશી, લોહાણા સમાજ અગ્રણી ઉપેન્દ્રભાઈ કાથરાણી, લોહાણા સમાજ અગ્રણી લલીતભાઈ ચંદારાણા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યની કદરરૂપે સંસ્થાને અન્નપૂર્ણા રથ અર્પણ કરવા બદલ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રવિણભાઈ કારીયા, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, સુનિલભાઈ પુજારા, અનિલભાઈ સોમૈયા, મનોજભાઈ ચંદારાણા, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, કિશોરભાઈ ઘેલાણી, સંજયભાઈ હિરાણી, અમિતભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, પારસભાઈ ચગ, હિતેશભાઈ જાની, દિનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ દોશી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ વ્યવસ્થા, મેડિકલ સાધનોની સેવા, ફ્રિઝ શબ પેટી, મેડિકલ કેમ્પ, નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, બ્લડ ડોનેશન, કુદરતી આફત સમયની સેવા સહીતની વિવિધ સેવાઓ સર્વજ્ઞાતિય વિનામુલ્યે અવિરતપણે પ્રદાન કરવામાં આવે છે ત્યારે મોરબીના ડો.કુસુમબેન દોશી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ અન્નપૂર્ણા રથનાં માધ્યમથી પૂ.જલારામબાપાની કૃપાથી સેવાકાર્યનો વ્યાપ વિસ્તારવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!