મોરબી જીલ્લા શિક્ષણાધિકારીના ચેકિંગમાં પીપળીયા રાજ ગામના શિક્ષિકા પાંચ મહીનાથી ‘ઘેરહાજર’ મળતાં પાણીચુ પકડાવવામાં આવ્યું
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા વાંકાનેરના પીપળીયા રાજ ગામે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પોપળીયા રાજ પેટા શાળા ન.૨ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ડાંગર જલ્પાબેન દેવરાજભાઈ હાજર મળી આવ્યા ન હતા અને શિક્ષિકા ફરજ પર હાજર થવાના સ્થાને શાળામાં તા. ૦૧/૦૩/૨૦૨૦ થી આજ દિન તા. ૦૭/૦૮/૨૦૨૦, (દિન-૧૬૦) સુધી કોઈ પણ પ્રકારની લેખિત જાણ વગર પોતાની ફરજ વગર રજાએ ફરજ પર ગેરહાજર રહ્યા હતા જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે રૂબરૂ સુનાવણી દરમ્યાન શિક્ષિકા ગેરહાજર રહેલ અને અન્ય કોઈ લેખિત કે મૌખિક માધ્યમથી પણ પોતાનો પક્ષ રજુ કરેલ ન હોવાથી જાહેર પ્રિન્ટ મીડીયા મારફતે નોટીસ આપી મજકુરને પોતાનો પક્ષ રજુ કરવા રજૂઆતના આધાર પુરવા સહ ઉપસ્થિત રહેવા અંતિમ તક આપવામાં આવી હતી એમ છતાં મુદ્દત વીતી ગયા બાદ પણ હાજર ન રહેતા અને આપેલી નોટિસનો કોઈ રૂબરૂ હાજર થવાનો જવાબ આપવામાં ન આવતા શાળામાં ગેરહાજર રહી અને વિદ્યાર્થીઓના શિક્ષણને વિપરીત અસર પહોંચાડી, શૈક્ષણિક કામગીરી પરત્વે નિયમિત ફરજ બજાવવામાં લાંબા સમયથી ગંભીરતા દાખવતા ન હોવાથી ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો અન્વયે ભવિષ્યની નોકરી માટે ગેરલાયક ન ઠરે તે રીતે આસિસ્ટન્ટ શિક્ષિકા ડાંગર જલ્પાબેન દેવરાજભાઈને હાલની સેવા માંથી દુર કરવા બરતરફ કરી પાણીચુ પકડાવવામાં આવેલ છે.