બગસરા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત કચેરી મોરબી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને પત્ર લખી મોરબી જિલ્લાનાં માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામ અને ભાવપર વચ્ચે ઊંચો કોજવે બનાવવા અને તે રસ્તાને ડામર પટ્ટી રસ્તો રીપેરીંગ ( પેચવર્ક ) કરાવી તથા નવો મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામ પંચાયત દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી બગસરા અને ભાવપર વચ્ચે ઉંચો કોજવે બનાવવા રજૂઆત કરાઈ છે. તેથી બંને ગ્રામજનોએ યોગ્ય સુવિધા મળી રહે તેવી રજૂઆત કરાઈ છે. તેમજ ભાવપર ગામથી બગસરા ગામને જોડતો રસ્તો ખુબ જજરિત હોવાથી રસ્તાનું પેચવર્ક કામ અને નવો રસ્તો બનાવી આપવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી માંગ કરી છે…









