નવા જેતપરના ગિરનારી આશ્રમ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના આંગણે ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથા પ્રારંભ વિક્રમ સવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ૭ ને તા. ૧૫/૦૪/૨૦૨૪ને સોમવારથી સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૦૨:૩૦ થી ૦૫:૩૦ સુધી યોજાશે જે કથા વિક્રમ સવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ૧૩ ને તા. ૨૧/૦૪/૨૦૨૪ ને રવિવારના રોજ પૂર્ણાહુતિ થશે.
નવા જેતપર ગિરનારી આશ્રમ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના આંગણે ભાગવત કથા પારાયણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી બાલકૃષ્ણ ગીરીબાપુ આનંદ ગુફા ગિરનાર ઉપર જુનાગઢ, શ્રી સરસ્વતી ગીરી માતાજી શ્રીધામ આશ્રમ કેરાળા જીલ્લો જુનાગઢ અને મહંત શ્રી મહાદેવ ગીરીબાપુ અવધૂત આશ્રમ જુનાગઢના આશીર્વાદથી કથા પ્રારંભ વિક્રમ સવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ૭ ને તા. ૧૫/૦૪/૨૦૨૪ ને સોમવારથી સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી અને બપોરે ૨:૩૦ થી ૫:૩૦ કલાક સુધી દરરોજ કથા કરવામાં આવશે. જે કથાની વિક્રમ સંવત ચૈત્ર સુદ ૧૩ ને તા. ૨૧/૦૪/૨૦૨૪ ને રવિવારના રોજ પૂર્ણાહુતિ થશે. કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથા પ્રવક્તા કાલિદાસ મહારાજ આનંદ આશ્રમ દેકાવાડા બિરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે. જે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં પોથીયાત્રા તા. ૧૫ ને સોમવારે સવારે ૮:૩૦ કલાકે શ્રી ચમકપર ગામથી કથા સ્થળે પ્રસ્થાન કરશે, કપિલનારાયણ પ્રાગટ્ય તા. ૧૬ ને મંગળવારે, પ્રહલાદ ચરિત્ર કથા – વામન કથા તા. ૧૭ ને બુધવારના રોજ, શ્રી રામચંદ્ર પ્રભુ પ્રાગટ્ય કથા તા. ૧૮ ને ગુરુવારના રોજ, શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ પ્રાગટ્ય કથા અને શ્રી કૃષ્ણ બાલ લીલા – નાના તા. ૧૯ ને શુક્રવારના રોજ, તુલસી વિવાહ તા. ૨૦ ને શનિવારના રોજ અને પરીક્ષિત મોક્ષ તા. ૨૧ને રવિવારના રોજ યોજાશે. શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાના પોથી યજમાન પ્રકાશભાઇ હીરજીભાઈ કાલરીયા (ચમકપર વાળા), શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહપ્રસાદના દાતા ભરતભાઈ શીવલાલભાઈ અમૃતિયા અને કૌશિકભાઈ શાંતિલાલ અમૃતિયા છે. જે કથામાં મહંત શ્રી મહાદેવગીરી બાપુ અવધૂત આશ્રમ ભવનાથ તળેટી, મહંત શ્રી કનૈયાગિરિ બાપુ ધારેશ્વર મહાદેવ સમઢિયાળી, મહંત શ્રી અમૃતગિરિ બાપુ વાધણીયા, મહંત શ્રી વિક્રમગીરી બાપુ ધેલા સોમનાથ, મહંત શ્રી કિશનદાસ બાપુ રામ ટેકરી – જૂનાગઢ, મહંત શ્રી મહાદેવ ભારતી બાપુ ભારતી આશ્રમ જૂનાગઢ, મહંત શ્રી હંસગીરી માતાજી ગિરનારી આશ્રમ મોરબી અને મહંત શ્રી બલરાજગિરિ (સ્વામીજી) શિવ મંદિર જેતપર ના સંતો પધરામણી કરશે. જે કથામાં સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે મહંત શ્રી કૈલાશગિરિ ગુરુ શ્રી મહાદેવગીરી બાપુ ગિરનારી આશ્રમ નવાગામ જેતપર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….