Tuesday, November 26, 2024
HomeGujaratવાપીનાં ડુંગરા ગામેથી ગુમ થયેલ ત્રણેય સગીરાઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વલસાડ...

વાપીનાં ડુંગરા ગામેથી ગુમ થયેલ ત્રણેય સગીરાઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વલસાડ પોલીસ

વલસાડમાંથી ગત તા.૧૨/૦૪/૨૦૨૪ ના એક સાથે ત્રણ કિશોરીઓ ગુમ થયાની ઘટના સામે આવી હતી. જેમાં વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાનાં ડુંગરા ગામે રહેતી ત્રણ કિશોરીઓ અચાનક ઘરેથી જતી રહેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે વલસાડ પોલીસ દ્વારા ત્રણેય સગીરાઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત તા.૧૨/૦૪/૨૦૨૪ ના દસ અગિયાર વર્ષની ત્રણ સગીર વયની દીકરીઓ ઘરેથી કોઇને કીધા વગર ચાલી જઇ ગુમ થયેલ હતી જેથી તેમના વાલી વારસદારોએ તેમના સગા સબંધિમાં શોધખોળ કરતા ન મળી આવતા સમગ્ર બાબતની જાણ બાળકીઓના વાલી વારસદારોએ ડુંગરા પોલીસને કરતા સમગ્ર મામલે પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાધેલા દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી, અને જુદી જુદી ટીમો બનાવી ગુમ થયેલ ત્રણેય સગીર વયની દીકરીઓની શોધખોળ શરૂ કરી હતો. શોધખોળ દરમ્યાન મોટી સંખ્યામાં સમગ્ર ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તાર, વાપી જી.આઇ.ડી.સી. તેમજ વાપી ટાઉનમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચકાસી તેમજ ડુંગરા વિસ્તારમાં નાકાબંધી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાલીઓ તથા અવાવરૂ જગ્યાઓ, બસ, રેલવે સ્ટેશનની ચકાસણી કરી મોટા પાયે સ્થાનિક આગેવાનોની મદદથી રાત્રી દરમ્યાન કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ તેમજ દીવસ દરમ્યાન પણ સઘન તપાસ ચાલુ રાખી ત્રણેય બાળ કિશોરીને ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ મારફતે ત્રણેય બાળ કિશોરીને તાત્કાલીક ગણતરીના કલાકોમાં ચણોદ ખાતેથીસહી સલામત શોધી કાઢી તેના માતા પીતાઓ સાથે પુનઃમીલન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!