ટંકારા તાલુકાના સાવડી ગામે સમાજ વાડીના પટાંગણમાં એપ્રિલ માસના પહેલા પખવાડિયામાં ચૈત્રી પુનમ પહેલા ટિટોડીએ ઈંડા મુક્યા છે. ટિટોડીના ઈંડાને લઇને વરસાદ સહિતનું અનુમાન લગાડવામાં આવતું હોય છે. ત્યારે જાણકારોના મગજ પણ ધુમરે ચડે એમ એક ઉભું અને ત્રણ સામ સામે દિશામાં રહેલા ઈંડાથી અનુમાનકારો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે…
ખેડૂતો અને પ્રકૃતિને પરસ્પર સિધ્ધો સંબધ હોય છે. આવતું વરસ કેવું રહશે ? એ જીવનચક્રના આધારે ભાખી દેતા આવ્યા છે. જેમાં કિડિયારૂની સંગ્રહ કરવાની શરૂઆત હોય કે વા વંટોળને બફારો, હોળીની ઝાળ, લોઢામાં કાટ એના પરથી વરસાદી માહોલ કેવો જામશે એ જોતાં હોય છે. એવી જ રીતે ટીટોડીના ઈંડા મુકવાની માન્યતા પણ વરસાદ સાથે સંબધ રાખે છે એવું ખેડૂતો માને પણ છે જો કે ક્લાઈમેટ ચેન્જની અસરથી હવે પ્રકૃતિમાં પરીવર્તન પણ આવ્યું છે. સામાન્ય રીતે વર્ષાઋતુના પ્રારંભ પૂર્વે ટીટોડીના ઈંડા જોઈ વરસાદ કેવો વરસશે તેનો વરતારો કાઢવામાં આવતો હોય છે. પરંતુ ટંકારના સાવડી ગામે આવેલ પટેલ સમાજની વાડીમાં ચૈત્રી પૂનમ પહેલા એપ્રિલના પહેલાં પખવાડિયામાં ટીટોડીના ઈંડા જોવા મળતા કુતુહલ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં ઈંડા છે ત્યા વરસાદી પાણીનો વહેણ કેટલો દુર છે કઈ દશામાં છે. ? તદુપરાંત ભય મુક્ત વાતાવરણમાં ઈંડા સેવન માટેનું ઉતમ સ્થળ સહિતના પાસા જોવાના હોય છે અને હવે આના જાણકાર જુજ મોટી ઉંમરના રહયા છે. ત્યારે ટીટોડીએ એક ઉભું અને ત્રણ સામ સામે દિશામાં રહેલા ઈંડાથી આવતું વર્ષ કેવું રહેશે તેવું અનુમાન કરતાં પણ મુઝવણમાં મુકાયા છે. જો કે, વરસાદ વરસાવો તો કુદરતના હાથમાં છે છતાં પણ વર્ષોના અનુભવના નિચોડ અને પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના સંકેતો મેળવી હવામાન વિભાગની જેમ જ વરસાદની આગાહી કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે…