Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં મિત્રો વચ્ચે ફોનમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવક અને તેના ઘર...

મોરબીમાં મિત્રો વચ્ચે ફોનમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવક અને તેના ઘર પરિવાર ઉપર પાંચ શખ્સોનો હુમલો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણગરમાં રહેતા એક યુવકને તેના મિત્ર સાથે ફોનમાં કોઈ બોલાચાલી થઇ હોય જે બાબતનો ખાર રાખી યુવકને તેના ઘરે જઈ પ્રથમ બે શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારતા યુવકની માતાએ વચ્ચે પડી વધુ માર મારતા અટકાવી,સમજાવી હુમલાખોર શખ્સોને પરત મોકલી દીધા હતા, ત્યારબાદ યુવકની માતા અગાઉ બાઇકમાંથી સ્લીપ થઇ ગયેલ તેના બીજા દીકરાને હોસ્પિટલ રિક્ષામાં લઇ જતા હોય ત્યારે હુમલાખોર શખ્સોએ પોલીસ ફરિયાદ કરવા જવાની શંકાએ યુવકની માતા અને તેના ભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલે જઈને હુમલાખોર શખ્સો તથા તેની સાથેના અન્ય ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા યુવકના ભાઈ સાથે માથાકૂટ કરી ત્યારે આટલાથી પૂરું ન કરી ફરી પાછા હુમલાખોર ચારથી પાંચ શખ્સો યુવકના ઘરે જઈ યુવકના ભાઈની ચપ્પલ ભરેલ લારી સળગાવી નાસી ભાગી ગયા હતા. ત્યારે સમગ્ર ચકચારી બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં યુવકની માતા દ્વારા ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સમગ્ર બનાવ અંગે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી-૨ રામકૃષ્ણનગર જે-૬માં રહેતા ગૌરીબેન મનુભાઈ ખોડાભાઈ ડુંગરા ઉવ.૬૦એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં વેલાભાઈ રાવળ રહે.મોરબી, (૨) જયુભા દરબાર રહે.મોડપર, તથા અજાણ્યા બે-ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગૌરીબેનના દીકરા નવઘણ સાથે આરોપી વેલાભાઈ રાવળ તથા આરોપી જયુભાને ફોનમાં કોઈ બાબતે બોલાચાલી થતા જે બાબતનો ખાર રાખી જયુભા તથા વેલાભાઈ રાવળ ફરિયાદી ગૌરીબેનના દીકરા નવઘણને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે ગૌરીબેને વચ્ચે પડી બંને આરોપીને સમજાવી ત્યાંથી રવાના કર્યા હતા. બનાવ બાદ ગૌરીબેન તેના બીજા દીકરા કારૂભાઇ કે જે અગાઉ બાઈકમાં સ્લીપ થઇ ગયા હોય તેને પગમાં ઇજા થઇ હતી તેની સારવાર અર્થે હોસ્પિટલ જતા હોય ત્યારે પોલીસ ફરિયાદની શંકાએ તેઓને રસ્તામાં ફરી વખત બંને આરોપીએ બોલાચાલી કરી સરકારી હોસ્પિટલમાં પીછો કરી આવી ત્યાં માથાકૂટ કરી હતી.

ત્યારબાદ આરોપીઓ હોસ્પિટલથી માથાકૂટ કરી ગૌરીબેનના ઘરે આરોપી વેલાભાઈ તથા જયુભા તેમજ તેની સાથેના અજાણ્યા માણસો નવઘણ સાથે માથાકૂટ કરવા ગયા હતા પરંતુ ઘરે નવઘણ હાજર ન મળતા જેનો ખાર રાખી ઘરની બહાર રાખેલ ગૌરીબેનના દીકરા મહેશની ચપ્પલ ભરેલ લારી સળગાવી નુકસાની કરેલ હતી. ત્યારે સમગ્ર બનાવ બાદ ગૌરીબેને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૩૫, ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!