Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં પોતાની ગાડી શોધવા આવેલ ઇસમોને ભૂલ ભારે પડી:રાજકોટના ૧૩ શખ્સો સામે...

મોરબીમાં પોતાની ગાડી શોધવા આવેલ ઇસમોને ભૂલ ભારે પડી:રાજકોટના ૧૩ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

ભાડે આપેલ કાર બારોબાર કોઈ ઉઠાવી જતા કારમાં લગાવેલ જીપીએસ સિસ્ટમના આધારે કાર લેવા આવેલ રાજકોટના શખ્સો સામે નોંધાતો ગુનો

- Advertisement -
- Advertisement -

મોરબી: રાજકોટમાં કાર ભાડે આપવાના ધંધાર્થી પોતાની કારમાં લગાવે જીપીએસ ટ્રેકરના આધારે આઇડેન્ટીફાઇ થયેલ પોતાની કાર પરત લેવા પોતાના મિત્રો સાથે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આવ્યા હોય ત્યારે ત્યાં રહેતા મહિલાને અને તેના પરિવાર સાથે આ રાજકોટથી આવેલ શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપતા સમગ્ર બનાવ મામલે મહિલા દ્વારા રાજકોટના ૧૩ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર બનાવ અંગે મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરા નજીક ગુલાબનગરમાં રહેતા સરીફાબેન ઉર્ફ મુમતાજબેન દાઉદભાઇ ઉમરભાઇ જામ ઉવ.૪૦ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી આનંદ ગણપતભાઇ દવે રહે રાજકોટ ખોડીયાર નગર (૨)ભાવીક ભરવાડ (૩)રવી ભરવાડ (૪)અભય મકવાણા (૫)ધવલ મકવાણા (૬)ધર્મેશ બારોટ (૭)ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ (૮)રજત સાવલીયા (૯)પાર્થ પટેલ (૧૦)વિવેક ઉમરેઠીયા (૧૧)ભરત ડાંગર (૧૨)સમીર સલીમભાઇ શાહમદાર (૧૩)સાહિલ બોદુભાઇ રહે બધા રાજકોટ વિરુદ્ધ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બનાવની ટૂંક વિગત મુજબ રાજકોટમાં ભાડે કાર આપવાના ધંધા સાથે સંકળાયેલ આનંદ ગણપતભાઈ દવે એ પોતાની કાર રાજકોટના અક્ષયભાઈ ઉર્ફે અક્કીભાઈને બે અલગ અલગ કાર ભાડે ચલાવવા આપી હોય તે કાર અક્કીભાઈએ પોતાના મિત્ર બિલાલભાઈ મારફત ભાડે આપેલ જે ગાડીઓનું નકકું કરેલ ભાડું તેઓ દ્વારા ગણપતભાઈને ચૂકતે ન કરતા ગણપતભાઈએ અક્કીભાઈ અને બિલાલભાઈ પાસે પોતાની કાર પરત માંગતા તેઓ દ્વારા જણાવાયું હતું કે તે કાર મોરબી તથા માળીયા(મી) ખાતે છે

ઉપરોક્ત મળેલ માહિતી તથા કારમાં લગાવેલ જીપીએસ સિસ્ટમના આધારે ગણપતભાઈ તથા તેના મિત્રો ગત તા.૧૮/૦૪ના રાત્રીના ૧.૩૦વાગ્યા આસપાસ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આવ્યા હતા. ત્યારે પોતાની માલિકીની કાર લેવા જુદી જુદી ગાડીઓમાં આવેલ હોય ત્યારે આરોપીઓએ પોતાની ગાડી હોવાની ખાત્રી તપાસ કર્યા વગર લઇ જવાની કોશિષ કરતા હોય જેઓને ફરિયાદી શરીફાબેન તથા તેના પતિ દાઉદભાઇએ રોકટોક કરતા તેઓની સાથે બોલાચાલી તથા ગાળાગાળી કરી શરીફાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્યારે આજુબાજુમાં દેકારો થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ત્યારે બનાવ મામલે શરીફાબેનની ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪,૫૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને કડક નોટિસ આપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!