વાંકાનેર શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ કોમ્પલેક્સમાં રહેતા ભાડુઆતોનું ભાડું ઉઘરાવવાનું કામ કરતા પુત્ર દ્વારા બે મહિનાનું ભાડું બાકી હોય તે ભાડુઆતને ફોન કરી ભાડા અંગે સૂચિત કર્યા હોય જે બાબતનો ખાર રાખી તેના પિતા ઉપર આરોપી પિતા-પુત્રએ ઝપાઝપી કરી ગાળો આપી ધક્કો મારી પછાડી દઈ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. બેબલ બનાવમાં ભોગ બનનાર પ્રૌઢને બીમારી સબબ એક પગ કપાવવો પડ્યો હોય ત્યારે એક જ પગ ધરાવતા પ્રૌઢને ધક્કો મારતા પડી જતા તેને થાપાના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી ત્યારે સમગ્ર બનાવ મામલે પ્રૌઢ દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને આરોપી પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રગતિ કોમ્પ્લેક્સમાં રહેતા રાજેશભાઇ સદરુદીનભાઇ સોમાણી ઉવ.૫૭ એ આરોપી અમીનભાઇ રફીકભાઇ દાદવાણી તથા સૈફભાઇ અમીનભાઇ દાદવાણી રહે. બન્ને વાકાનેર પ્રગતિ કોમ્પલેક્ષ સીટી સ્ટેશન રોડ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમનો દીકરો સાહીલ પ્રગતિ કોમ્પલેક્ષના ભાડુઆતનુ ભાડુ ઉધરાવવાનુ કામ કરતો હોય ત્યારે બે માસનું ભાડું ચુકવ્યું ન હોય તેવા આરોપી અમીનભાઈને ફોન કરતા તેમજ રૂબરૂ જય ભાડું માંગતા તેઓએ બે માસનું ભાડું એકીસાથે આપશે ત્યારે તે બાબતે કોમ્પ્લેક્સના ભાગીદાર એવા જટુભાને આ બાબતે રાજેશભાઈના દીકરા સાહિલે ફોન કરીને જાણ કરતા તેનું અવરોપીઓને સારું નહિ લાગતા જેની દાઝ રાખી ગત તા.૧૧/૦૪ના રોજ આરોપીઓ પ્રગતિ કોમ્પ્લેક્સમાં આવી ભાડાની ઉધરાણી બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી રાજેશભાઈને ધક્કો મારી પછાડી દઈ આરોપી અમીનભાઈએ પગે થાપાના ભાગે લાકડાના ધોકા વતી એક ધા કરી ફેકચર કરેલ હોય ત્યારે આરોપી શૈફ અમીનભાઈએ રાજેશભાઈને ગાળો બોલી મુઢમાર માર્યો હતો. ત્યારે બનાવ બાદ રાજેશભાઈને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાજેશભાઈ દ્વારા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.