મોરબીના રવાપર રોડ વિદ્યુતનગરમાં આવેલ મીલેનીયમ હાઈટ્સમાં રહેતા યુવકે વ્યાજે રૂપિયા લીધેલ હોય, ત્યારે લીધેલ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વધુ રૂપિયાની લાલચે વ્યાજખોરો આપેલ રૂપિયાની ઉઘરાણી કરી અવાર નવાર ધમકી આપતા યુવક પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા યુવકના પિતા દ્વારા પુત્ર લાપતા થયાની સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જે યુવકને ગત તા.૨૨/૦૪ના રોજ તેમના પિતા ગોવાથી હેમખેમ ઘરે પરત લાવતા એ ડિવિઝન પોલીસ મથકમાં પુત્ર મળી આવેલની જાણ કરેલ હતી.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ સ્થિત વિદ્યુતનગરમાં આવેલ મિલેનિયમ હાઈટ્સ બ્લોક નં ૩૦૧માં રહેતા શૈલેષભાઇ ડાયાભાઇ દેથરીયા ઉવ.૫૦ એ ગત.૧૭/૦૪ના રોજ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ઉત્તમભાઈ શૈલેષભાઇ દેથરીયા ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગુમસુધા નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બીજીબાજુ શૈલેષભાઈએ લાપતા બનેલ પુત્રની ઘરમેળે તપાસ કરતા હોય તે દરમિયાન પોતાનો પુત્ર ઉત્તમભાઈ ગોવા હોવાની ભાળ મળતા શૈલેષભાઇ તેમના પુત્રને ગોવાથી હેમખેમ મોરબી પરત લાવ્યા હતા. અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પુત્ર ઘરે પરત આવી ગયેલાની જાણ કરતા પોલીસે લાપતા વ્યક્તિ મળી આવ્યાની નોંધ કરી જાહેર કર્યું હતું.
ત્યારે ઉત્તમભાઈએ વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપી અવાર નવાર વધુ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપતા જેથી વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું હોવાની વિગત આપી ચામડાતોડ વ્યાજ વસુલ કરતા અને વધુ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપતા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.