મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકસભાની ચુંટણી અંતર્ગત પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ મહિલા રેખાબેન વધોરા, લાલજીભાઇ નિમાવત, અશ્વિનભાઈ રાઠોડ અને સાગર ઉર્ફે ઠુઠો સવસેટા એમ કુલ ચાર ઇસમોને પકડી ડીટેઇન કરી અલગ અલગ જિલ્લાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજના છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ, ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે મોરબી જિલ્લા એલ.સી.બી. તથા તમામ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગેરકાયદેસર સામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા માટેની સૂચના આપવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરી અટકાયત કરી જિલ્લા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તમે આરોપીઓને ડીટેઇન કરી અલગ અલગ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેમાં લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત રહે. જુના નાગડાવાસ વાળાને ભાવનગર જેલમાં, અશ્વિનભાઈ રાઘવજીભાઈ રાઠોડ જુના નાગડાવાસ વાળાને જુનાગઢ જેલમાં, સાગર ઉર્ફે રામૈયા સવસેટા રહે. વવાણીયા તાલુકો માળીયા મિયાણા વાળાને જામનગર જેલમાં તેમજ રેખાબેન લલીતભાઈ વધોરા વાવડી રોડ મોરબી વાળાને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.