બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકર નગરમાં રહેતા નરેશભાઈ ભરતભાઈ ગોહેલ(ઉ.વ.૨૪)નામનાં વેપારી યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી જલુભાઈ ચનીયારા (રહે. ડ્રીમ પેલેસ, રવાપર રોડ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧નાં રોજ ધંધાના પૈસાની લેતી દેતી બાબતે ફરિયાદી નરેશભાઈને આરોપી જીલુભાઈએ ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે ઈપીકો કલમ ૨૯૪(ખ), ૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આ બનાવ અંગેની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી. સેલના એમ. આઈ. પઠાણ ચલાવી રહ્યા છે.