લોકસભાની ચુંટણીનું મતદાન ગુજરાતમાં તા. ૭ ના રોજ યોજવામાં આવશે ત્યારે મતદાન બાબતે જાગૃતિ ફેલાય તે માટે અનોખું અભિયાન વોટ ફોર ઇન્ડિયા શરૂ કરાયુ છે. જેમાં મોરબીના શનાળા રોડ આવેલ વિઝન આંખની હોસ્પિટલ દ્વારા મતદાન કરી મતદાર ચિહ્ન દેખાડનારને આંખની ફ્રી માં તપાસ કરી આપવામાં આવશે.
લોકશાહીનો સૌથી મોટો પર્વ આગામી તા. ૭/૫/૨૪ ના રોજ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે મતદાન જાગૃતિ ફેલાવવા માટે વોટ ફોર ઇન્ડિયા અંતર્ગત અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મોરબીની શનાળા રોડ પર નક્ષત્ર હાઈટ્સ ખાતે આવેલ વિઝન આંખની હોસ્પિટલ ખાતે ડૉ. મેહુલ પનારા આંખના નિષ્ણાંત દ્વારા તા. ૭ રોજ મતદાન કરી મતદાર ચિહ્ન દેખાડનારને ફ્રી માં આંખની તપાસ કરી આપવામાં આવશે. જેના માટે ઓપીડી સમય સવારે ૦૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૦૫:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે જેના માટે એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત રાખવામાં આવી છે.