ટ્રેકટર ટ્રોલી અને બાઇક સહિત રૂ. 5.30 લાખનો મુદામાલ જપ્ત
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે પીપળીયા ચાર રસ્તેથી ટ્રેકટરમાં પાછળ ટ્રોલીની અંદર બે મોટરસાઇકલ લઈ જતા શખ્સને અટકાવી ઇ ગુજકોપ પોકેટ એપ દ્વારા સર્ચ કરતા શંકાસ્પદ જણાતા હસનભાઈ અલીભાઈ ખમીસણીયા રહે.વર્ષામેડી, તા.માળિયાવાળાની સઘન પૂછપરછ આદરતા પોતે ચોરેલા મોટર સાયકલ તથા ટ્રેકટર ટોલી વેચવા જતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બે બાઇક અને ટ્રેકટર ટ્રોલી મળી રૂ. 5.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ બાઇક અને ટ્રેકટર ટ્રોલી આમરણ તથા પીપળીયા ચાર રસ્તેથી ચોર્યા હોવાનું ખુલ્યું હતું.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી. જાડેજા, એએસઆઈ એચ.એમ. ચાવડા, પી.એસ.ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, રસિકભાઈ ચાવડા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કોન્સ. દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, ફૂલીબેન તરાર તથા કોન્સ. અશોકસિંહ ચુડાસમા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણક્ય, ભરતભાઇ જિલરીયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સતીષ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, દશરથસિંહ ચાવડા સહતનાઓ જોડાયેલા હતા.