ભાવનગરમાં ભેળસેળયુક્ત ડીઝલના વેચાણ પર સ્ટેટ મોનિટરિંગ સેલ( SMC)એ દરોડો પાડયો છે. જેમાં ભાવનગર-અમદાવાદ રોડ પરથી બે ઈસમોને હજારો લીટર ભેળસેળયુક્ત ડીઝલનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.
ભાવનગર-રાજકોટ હાઈવે પર ન્યારી ચોકડી પાસે ગેરકાયદેસર પંપ ઉભો કરી ભેળસેળયુક્ત ડિઝલનું વેચાણ ચાલતું હોવાની SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે પોલીસે છાપો માર્યો હતો. જેમાં પોલીસ દરોડા દરમિયાન ગેરકાયદેસર પંપ ઉભો કરી ભેળસેળ યુક્ત ડિઝલનું વેચાણ કરતા ભાવનગરના નેસડાના મુસ્તુફા ઉર્ફે મોસીન હનીફ ભટ્ટી અને મહુવાના અનવર સુલ્તાનભાઈ શેખની ધરપકડ કરવામાં આવી હતી.અને ગેરકાયદેસર પંપમાંથી રૂ. 6.52.960ના કિંમતનું 8.480 લીટર ભેળસેળ યુક્ત ડિઝલ, બે મોબાઈલ ફોન, 15 લાખની કિંમતનું ટેન્કર, પંપ, 54,400ની રોકડ, પાઈપ સહિત કુલ 23.83.560નો મુદ્દામાલ કબ્જે કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. ગેરકાયદેસર ડિઝલનું વેચાણ કરતા પકડાયેલા બન્ને શખ્સોની આગવીઢબે પુછપરછ કરતા આ કૌભાંડમાં કનુભાઈ કાળુભાઇ ડાંગર, મુકેશ ડાંગર, અરજણ આહિર, Gj-4-AW-4287 નંબરનાં ટ્રકનો માલિક અને
ભેળસેળયુક્ત ડીઝલનાં સપ્લાયરના નામ સામે આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.