કહેવાય છે કે કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી, જેની કસોટી કરે છે એની દશા સારી હોતી નથી, આ યુક્તિ મોરબીની એક મહિલા પર લાગૂ પડે છે. મોરબીમાં રહેતા એક પરિવારના પતિને કેન્સર થતાં પરીવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે કેન્સરગ્રસ્ત પતિને બચાવવા પત્નીએ જાત ધસી નાખી હતી. છતાં પતિનું મૃત્યુ નિપજતા પત્ની આફતમાં મુકાઈ ગઈ હતી. ત્યારે બે સંતાનોની માતા નાનીવયે વિધવા થઈ હોવા છતાં ત્રીજા સંતાનનું આગમન થતાં ત્રણેય સંતાનોના ઉજળા ભવિષ્ય માટે સ્વમાનભેર જીવન જીવવા કમર કસી છે અને સંસ્થાઓ સમક્ષ રોજગારી મેળવવા માટે મદદનો પોકાર કર્યો છે.
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર શેરી નંબર-11માં રહેતા ગટુભાઈ ઉર્ફે સંજયભાઈ કાંતિલાલ મકવાણા ઉ.વ.35 અને એમની પત્ની નિતાબેન ઉ.વ.28 ના લગ્ન થયાને થોડો સમય જ વીત્યો હતો જો કે લગ્નજીવન દરમિયાન એક પાંચેક વર્ષની દીકરી અને એક ત્રણ વર્ષનો દીકરો હતો. જો કે ગટુભાઈ ભણેલા ઓછું હતા પરંતું સમજણ અને દુનિયાદારીનું ભાન હોય પોતાની પત્ની અને બે સંતાનોનું સારી પેઠે ભરણપોષણ કરતા હતા. તેઓ સીરામીક કે અન્ય કોઈ જગ્યાએ મજૂરી કરી કમાણી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તદુપરાંત ભાડાના મકાનમાં રહેતા હોવા છતાં કુદરત પર આધાર રાખી સારા દિવસોની આશાએ જીવન ગુજારતા હતા. ત્યારે મોંધવારીના સમયમાં મંજૂરીથી માંડ પૂરું થતું હોય તેવા ઘરસંસાર દરમિયાન પણ જાણે કુદરતને પરીક્ષા લેવાનું વિચાર્યું હોય તેમ ગટુભાઈની ટૂંકાગાળામાં જ હસતી ખેલતી જિંદગી ઉજ્જડ બની ગઈ, બન્યું એવું કે, તેમને થોડા સમય પહેલા બ્લડ કેન્સરની બીમારી લાગુ પડી હતી. અને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા પણ નીતિબેન અને તેમના સસરા કે પિયરજનો કોઈપણ ભોગે તેણીનું દાંમ્પત્ય જીવન બચાવવા માંગતા હોય જેથી હોસ્પિટલમાં સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરતા જ હતા. પણ લોહી વારંવાર ઉડી જતું હોય અને આવા કપરા કાળમાં લોહીની વ્યવસ્થા ન થતા ગટુભાઈનો જીવન દીપ બુઝાય ગયો હતો. એ સાથે જ એમના પત્ની નીતાબેનની જિંદગીમાં અંધકાર બની ગઈ હતી. પરીવાર આર્થિક રીતે સાધારણ હોવાથી અંતિમ વિધિ પણ સમાજ અને સ્નેહીજનો દ્વારા કરવામાં આવી હતી. નીતાબેન ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. એક તો તેમના પતિની ચીર વિદાયથી કમાનનાર કોઈ ન રહ્યું અને ઉપરથી પોતે ગર્ભવતી હોવાથી તાજેતરમાં તેમને પ્રસુતિ થઈ અને ત્રીજા સંતાન રૂપે પુત્રનો જન્મ થયો હવે તેમના માથે ત્રણ સંતાનોની જવાબદારી આવી પડી છે. ત્યારે એ ચોક્કસ યાદ રાખવું જોઈએ કે મોરબીમાં સેવાભાવી સંસ્થાઓનો કોઈ તૂટો નથી. દરેક આપત્તિમાં સંસ્થાઓ અને ગુમનામ દાતાઓ દાન કરીને મહામૂલી જિંદગી બચાવતા હોય છે. અનેક વખત સામુહિક આપતિ કે વ્યક્તિગત મુશ્કેલીમાં એક જ મદદનો પોકાર ઉઠે તો એને મદદ કરવા હજારો હાથ ઉઠતા હોય છે. ત્યારે આવી જ કુદરતી વ્યક્તિગત મુશ્કેલી આવી પડી હોય ત્યારે યુવતીને પોતાના સંતાનોનું જીવન ગુજરી શકે તે માટે (સરનામું- મોરબીના સામાકાંઠે સોઓરડી, વરિયાનગર શેરી નંબર-11- મો.9725853140 પર કોન્ટેક કરી) અથવા તો રૂબરૂ મુલાકાત લઈને મદદરૂપ થવા માંગતા દાતાઓને અપીલ કરવામાં આવે છે .