લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે નું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ થવાનું છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય, મતદાન મથકોની આસપાસનાં વિસ્તારોમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ લોકસભાની ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા કે લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથક પાસે વધુ લોકોને એકત્રિત થવાનો પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. તેમજ
આ જાહેરમાનુ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે તે અધિકારી, કર્મચારીઓને સોંપવામાં આવી છે. તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા કે ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ગુન્હો બને છે. જેની સામે જાહેર નામાં ભંગ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.