Tuesday, November 26, 2024
HomeGujaratગરમીનો પ્રકોપ:મોરબીના રખડતા શ્વાનનો આતંક:નવા ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સામાકાંઠા વિસ્તારમાં બાળકો...

ગરમીનો પ્રકોપ:મોરબીના રખડતા શ્વાનનો આતંક:નવા ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સામાકાંઠા વિસ્તારમાં બાળકો વૃદ્ધો સહિત ૨૫ લોકોને બચકા ભર્યા હોવાની લોક ફરિયાદ ઉઠી

મોરબીમાં ગરમી વધતા ની સાથે સાથે હિટ વેવ ની અસર પ્રાણીઓમાં પણ ધીમે ધીમે જોવા મળી રહી છે.જેમાં દર વર્ષે ગરમી નો પારો ચડે અને સાથે સાથે આખલાઓ અને શ્વાન નો પણ મગજની નસો ફાટતી હોય તેમ પારો આસમાને ચડે છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બાળકો બને છે.

- Advertisement -
- Advertisement -

આવી જ ઘટના મોરબીમાં પણ સામે આવી છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શ્વાન નો આતંક સામે આવ્યો છે જેમાં શ્વાને બાળકી અને વૃદ્ધ સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને બચકા ભરી લેતા હડકવાના ઇન્જેક્શન લેવા મોરબી સિવિલ હોસ્પિટલ ધક્કા ખાવા પહોચવું પડ્યું હતું.જો કે રહીશોના કહેવા મુજબ આજના દિવસમાં જુદા જુદા 25 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે અને ઈજાગ્રસ્ત કર્યા છે ત્યારે શેરીઓમાં નીકળવું મુશ્કેલ બની ગયું છે.

આવી જ ઘટના મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પણ શ્વાન ના આતંકના કિસ્સાઓ સામે આવ્યા હતા અને જુદા જુદા દસ થી વધુ લોકોને શ્વાન કરડતા હડકવાના ઇન્જેક્શન ખાવા પડયા હતા સામાન્ય રીતે આ રખડતા શ્વાન ની ભોગ બાળકો અને વૃદ્ધો તેમજ રાહ ચાલતા મહિલાઓ વાહન ચાલકો બનતા હોય છે ત્યારે ગત વર્ષે પણ આ સીઝનમાં જ 150 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ શ્વાન અને રખડતા આખલા કાળઝાળ ગરમીમાં તેના હોર્મોન્સ માં ફેરફાર થતો હોવાથી આવી હરકતો કરે છે તેવું પશુ ચિકિત્સકોનું માનવું છે એટલે એ તો પ્રાણીઓ છે સમજશે નહિ પણ લોકોએ જ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!