Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના શનાળા-ધુનડા રોડ ઉપર ઇનોવા કારે બાઈક સવાર કાકા-ભત્રીજીને હડફેટે લેતા કાકાનું...

મોરબીના શનાળા-ધુનડા રોડ ઉપર ઇનોવા કારે બાઈક સવાર કાકા-ભત્રીજીને હડફેટે લેતા કાકાનું મોત

મોરબીના શનાળા-ધુનડા રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુની ઘટના સામે આવી હતી. જેમાં બાઈકમાં પેટ્રોલ ભરાવા જઈ રહેલ યુવક અને તેની ૧૦ વર્ષીય ભત્રીજીને સામેથી પુરપાટ ગતિએ આવતી ઇનોવા કારે બાઇકને સામેથી ટક્કર મારી હતી. જેમાં કાકા-ભત્રીજી બાઈક નીચે પટકાતા યુવકને હાથ પગમાં અને પેટના ભાગે તેમજ તેની ભત્રીજીને હાથમાં અને પગમાં ઈજાઓ પહોંચતા બંનેને ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં યુવકને પેટના ભાગે પહોંચેલ ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધુનડા રોડ ઉપર સભારાની વાડીમાં રહેતા રમેશભાઈ બેચરભાઈ ડાભીએ ઇનોવા કાર રજી. જીજે-૩૬-એલ-૫૩૧૦ ના આરોપી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૦૭/૦૫ના સાંજના સાત વાગ્યાની આસપાસ રમેશભાઈના નાનાભાઈ મનસુખભાઇ અને રમેશભાઈની દીકરી રાજેશ્વરીબેન મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-સીએન-૫૯૧૩ લઈને શનાળા ગામ પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા ત્યારે શનાળા-ધુનડા રોડ ઉપર આવેલ આર્યગ્રામ સોસાયટી નજીક આરોપી ઇનોવા કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આવી મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલ સવાર મનસુખભાઇ અને તેની ભત્રીજી રાજેશ્વરી ઉવ.૧૦ નીચે પટકાયા હતા. જેમાં મનસુખભાઈને હાથ પગ તેમજ પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમજ રાજેશ્વરીને હાથ પગ તથા મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા રાજેશ્વરીને પગમાં ફ્રેકચર અને મોઢાના ભાગેની ઇજાઓની સારવાર આપી હતી. જયારે મનસુખભાઈને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પેટની અંદરના ભાગે ફુટ થયાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ બાબતે મૃતકના મોટાભાઈની ફરિયાદના આધારે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી ઇનોવા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!