Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી: શાકભાજીની લારીમાં દહાડીમાં જતા પ્રૌઢ પાસે છરીની અણીએ ખંડણી ઉઘરાવી માર...

મોરબી: શાકભાજીની લારીમાં દહાડીમાં જતા પ્રૌઢ પાસે છરીની અણીએ ખંડણી ઉઘરાવી માર માર્યો

માર મારતી વેળા ખંડણીખોરનું એકટીવા પડી જતા તેની નુક્સાનીના પણ પૈસા પ્રૌઢ પાસે પડાવ્યા

- Advertisement -
- Advertisement -

મોરબીમાં અંધેરી નગરી ગંડુ રાજાની યુક્તિ પરિપૂર્ણ થતી હોય તેવી હાલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે શહેરમાં એક પછી એક ચોંકવનારા બનાવો સામે આવ્યે રાખે છે. મોરબી જીલ્લા અને શહેરમાં પોલીસની ઢીલી કામગીરીને લીધે અસામાજિક પ્રવૃત્તિ કરતા તથા અસામાજિક લુખ્ખા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના લુવાણાપરા શેરી નં.૩ માં શાકભાજીની લારીએ દહાડીનું કામ કરતા પ્રૌઢ પાસે ગેરકાયદેસર રીતે ખંડણી માંગી જે ન આપતા ખંડણીખોર દ્વારા પ્રૌઢને છરી બતાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી દઈ લારીના-ગલ્લામાંથી રૂ.૧૫ હજાર બળજબરીપૂર્વક લઇ લીધા હતા. હદ તો ત્યારે થઇ કે પ્રૌઢને માર મારતી વેળા ખંડણીખોર શખ્સનું એકટીવા પડી જતા તેમાં થયેલ નુક્સાનીના વધારાના રૂ.૧૦ હજાર પણ પ્રૌઢ પાસે વસુલ કર્યા હતા. ત્યારે સમગ્ર બનાવમાં ભોગ બનનાર પ્રૌઢ દ્વારા આવારા લુખ્ખા ખંડણીખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે ખંડણી વસૂલી, માર મારવાની તથા જાનથી મારી નાખવાની ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી ખંડણીખોર આરોપીની અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વજેપર શેરી નં.૩માં રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારીયા ઉવ.૫૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હુશેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઇ સિપાઇ રહે-સિપાઇવાસ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે દીપકભાઈ રોજના રૂ.૫૦૦ લેખે નિલેશભાઈ નામના વેપારીની શાકભાજીની લારી મોરબી શાકમાર્કેટ પાછળ આવેલ લુવાણાપરા શેરી નં.૩માં ઉભી રાખી નિલેશભાઈ વતી શાકભાજીનો છૂટક અને જથ્થાબંધ વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ગત તા.૦૬/૦૫ ના રોજ દીપકભાઈ પોતાના નિત્યક્રમ અનુસાર લુવાણાપરા શેર નં ૩ માં પોતાના હવાલવાળી શાકભાજીની લારી લઈને ઉભા હોય ત્યારે આરોપીહુશેન ઉર્ફે ઢીંગલી પોતાનું મેટ બ્લેક કલરનું એકટીવા લઈને દીપકભાઈને ધંધાના સ્થળે આવી તેમની પાસે રૂ.૨૦૦/-ની માંગણી કરી હતી. ત્યારે દીપકભાઈએ આરોપીને પૂછ્યું કે મારે ક્યાં કારણોસર રૂપિયા આપવાના? તેમ કહી દીપકભાઈએ રૂપિયા આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલ આરોપીએ દીપકભાઈને જેમફાવે તેવી ભુંડી ગાળો બોલી ઝપાઝપી કરી દીપકભાઈને ઢીકાપાટુનો માર મારી આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી દીપકભાઈને કહ્યું કે ‘ આ છરીનો પેટમા એક ઘા મારી આંતરડા બહાર કાઢી નાખીસ..’ તેમ કહી મારી નાખવાનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દીપકભાઈની લારીના થળામાં વેપારના આશરે રૂ.૧૫,૦૦૦/- પડેલ જે બળજબરીપુર્વક લઇ લીધા હતા.

દીપકભાઈ સાથે ઝપાઝપી તથા માર મારતા સમયે આરોપી હુશેન ઉર્ફે ઢીંગલીના એકટીવાને ધક્કો લગતા એકટીવા નીચે પડી ગયું હતું જે એકટીવામાં જે નુકસાની થશે તેનો શોરૂમે જઈ અંદાજીત ખર્ચ પેટના વધારાના રૂ.૧૦,૦૦૦ દીપકભાઈ પાસેથી તેના સગા મારફત મંગાવી પડાવી લીધા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે એકદમ ડરી ગયેલ દીપકભાઈએ મોરબી સીટી એ ડિવિઝનમાં આરોપી હુસેન ઉર્ફે ઢીંગલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૬, ૩૨૩, ૫૦૪,૫૦૬ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!