વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરના અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુના પટ્ટમાથી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન એપ્લીકેશનમાં પૈસાનું હારજીતનો સટ્ટો રમતા બે આરોપીઓને ઝડપી લેવાયા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ તથા રોકડ મળી કુલ ૫૩,૧૦૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો જયારે ઓનલાઇન એપ્લિકેશનના આઈડી પાસ્વર્ડ જેની પાસેથી મેળવેલ તે થાનગઢના આરોપીનું નામ ખુલ્યું હતું. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા ચાજરો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે અમરસર ફાટક નજીક આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં ખુલ્લા પટ્ટમાં દરોડો પાડી આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા આરોપી અંકીતભાઈ શાંતીલાલ નંદાસીયા ઉવ.૩૧ રહે.વાંકાનેર અરૂણૉદય સોસાયટી તથા આરોપી ઉમંગભાઈ રામુભાઈ ધરોડીયા ઉવ.૨૩ રહે.વાંકાનેર મીલપ્લોટ ચોક પાસે કે જેઓ બંને થાનગઢના શખ્સ પાસેથી ‘‘RADHE EXCHANGE’’ નામની એપ્લીકેશનમા અલગ-અલગ આઈ.ડી પાસવર્ડ મેળવી આઈપીએલની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ ઉ૫ર આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી મેચમાં રન ફેરના તથા મેચની હારજીતના સોદાઓ કરી પૈસાની હારજીતનો જુગાર રમતા રંગહાથ ઝડપાઇ ગયા હતા. રેઇડ દરમ્યાન પૌલુસે આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૪૫૦૦૦/- તથા રોકડા રૂ.૮,૧૦૦/- કુલ કિ.રૂ.૫૩૧૦૦/-ના મુદામાલ જપ્તે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સુ.નગર જીલ્લાના થાનગઢ ગામે રહેતો ચીરાગભાઈ ઉર્ફે ચીરકુટ વામજા હાજર મળી n આવતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.