મોરબીના માળીયા હાઇવે ઉપર ગાળા થી નાગડાવાસ તરફે બાઈક ઉપર જઈ રહેલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના રહેવાસી આધેડનું બાઈક પુરપાટ ઝડપે ચલાવતા હોય ત્યારે કોઈ રોડ ઉપર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આધેડને માથામાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ૧૮ દિવસની સારવારના અંતે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા ભવનભાઇ તરશીભાઇ વીજવાડીયા ઉવ-૪૨ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૨/૦૪ ના રોજ તેમના મોટાભાઈ હેંમતભાઇ તળશીભાઇ વીઝવાડીયા ઉવ.૪૫ પોતાનું બાઈક રજી.નં. જીજે-૦૩-ડીએ-૮૦૭૬ લઈને પોતાની દિકરી ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહેલ હોય તેને શોધવા માટે માળીયા તરફ ગયેલ હોય અને ત્યાથી પાછા આવતા પોતે પોતાનુ મોટર સાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હોય તે દરમિયાન નાગડાવાસ ગામથી મોરબી તરફ એચ.પી.પેટ્રોલ પંપની સામે રોડ ઉપર પોતાનું બાઇક સ્લીપ થઇ જતા હેમંતભાઈને માથાના ભાગે તથા માોઢાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતા ૧૮ દિવસની સારવારને અંતે હેમંતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે મૃતક હેમંતભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે.