મોરબીના યુવાનો દ્વારા પેલેસ્ટાઇન ના ધ્વજ લગાવવાનો મામલે મોરબી એસઓજી ટીમને તપાસ દરમ્યાન યુવકો મોરબીના હોવાનું સામે આવ્યું છે જેમાં એક સગીર અને બે યુવકોની કડક પૂછપરછ હાથ ધરાઇ છે.
જેના નામ યાસીન નુરમામમદ મોવર (ઉ.વ. 29રહે વિસિપરા),મોરબી અને નવાઝ અનવરભાઈ મોવર (ઉ.વ. 24રહે. વિસીપરા મોરબી) અને અન્ય એક સગીર યુવક ની પૂછપરછ માં યુવકોએ ગત.તા.24 એપ્રિલ ના રોજ હાજીપીર જતી વખતે ઈન્સ્ટાગ્રામ માં વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાનું સામે આવેલ છે આ યુવકોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પેલેસ્ટાઇન સાથે લાગણીમાં આવી તેના સમર્થનમાં વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની કબુલાત અપાયેલ છે અને આ વીડિયો કચ્છ ના નખત્રાણા નજીક આવેલ પેટ્રોલપંપ નજીક પેલેસ્ટાઇન ના ધ્વજ સાથે બાઇકમાં રાખી વીડિયો બનાવ્યો હોવાનું જણાવેલ છે આ બાબતે મોરબી એસઓજી ટીમે એક સગીર અને ને યુવાનો મળી ત્રણેય ઇસમોની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.