Tuesday, November 26, 2024
HomeGujaratટંકારા: લજાઈ નજીક સ્વીફ્ટ કારની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું મોત

ટંકારા: લજાઈ નજીક સ્વીફ્ટ કારની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે માર્ગ અકસ્માતમાં મોતનો બનાવ બનવા પામ્યો છે જેમાં સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે બજાજ કંપનીના સીટી-૧૦૦ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢ રોડ ઉપર પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તાત્કાલિક તેઓને ટંકારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્યારે અકસ્માતના આ બનાવમાં મૃતકના પુત્ર દ્વારા ટંકારા પોલીસ મથકમાં સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા પ્રૌઢ માધવજીભાઈ અઘારા ગત તા. ૦૮/૦૫ના સવારે પોતાનું બજાજ કંપનીનું સીટી-૧૦૦ બાઈક રજી. જીજે-૩૬-પી-૮૫૦૯ લઈને નસીતપરથી કોઈ કામ સબબ લજાઈ જતા હોય ત્યારે રાજકોટ તરફથી પુરપાટ ગતિએ ચલાવી આવતા સ્વીફ્ટ ડિઝાયર કાર રજી. જીજે-૦૩-ડીજી-૫૦૩૧ ના ચાલકે માધવજીભાઈના બાઇકને જમણી બાજુથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં માધવજીભાઈ બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા. ત્યારે માધવજીભાઈને બેભાન હાલતમાં ટંકારા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા જ્યાં ફરજ પરના ડોક્ટરે માધવજીભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં મૃત્યુના બનાવ બાદ પીએમ સહિતની કામગીરી પૂર્ણ કરી મૃતદેહને મૃતક માધવજીભાઈના પરિવારજનોને અંતિમ વિધિ કરવા સોંપી આપવામાં આવેલ હોય. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ભગીરથભાઈ માધવજીભાઈ અઘારા રહે.નસીતપર ગામ એ ટંકારા પોલીસ મથકમાં સ્વીફ્ટ ડિઝાયરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!