મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના દરવાજા રીપેરીંગ કામગીરી માટે તારીખ 12 મેથી તારીખ 15 મે સુધી મચ્છુ 2 ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-2 ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા તાલુકાના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.અને હાલ મચ્છુ -2 ડેમ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.1979 માં જ્યારે મચ્છુ ડેમ તૂટવાને કારણે હોનારત આવ્યું હતું ત્યાર બાદ 1981 માં ડેમ નુ નવનિર્માણ કરી ને 1982માં ચાલુ કરી દેવામાં આવ્યો હતી ત્યાર બાદ નાનું મોટું રીપેરીંગ કામ કરવાના આવ્યું હતું પરંતુ દરવાજા નુ રીપેરીંગ કોઈ દિવસ કરાયુ નથી અને ડેમ નવો બન્યાના 40 વર્ષ બાદ દરવાજા રીપેરીંગ નુ કામ કરવામાં આવી રહ્યું છે સાથે જ ઉનાળા માં પાણીની કટોકટી ન સર્જાય તે માટે નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે મોરબીવાસીઓને જેટલી જરૂરિયાત છે તેટલું 100 MLD પાણી પૂરું પાડવામાં આવશે અને 10 દિવસનો બફર સ્ટોક પણ ડેમમાં રાખવામાં આવશે.
મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ -2 ડેમ રીપેરીંગ અર્થે ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇ મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબી શહેરમાં આવેલ કોઝ વે પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તેમજ આજે તા.12 થી આગામી તા 15 સુધી કોઝ વે પરથી પસાર થવા પાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબીનાં મચ્છુ-2 ડેમમાં પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કરાયો છે. આજથી બે દિવસ મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફૂટ ખોલીને 1400 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવ્યું છે.અને મોરબી વાસીઓ ને દૈનિક 100 MLD પાણીની જરૂરિયાત છે ત્યારે નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે મોરબી વાસીઓને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ ઉપરાંત ડેમમાં 10 દિવસનો બફર સ્ટોક પણ રાખવામાં આવશે.
મચ્છુ 2 ડેમનો ટુંકમાં ઇતિહાસ જાણીએ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ત્રીજા નંબરનો મચ્છુ ડેમ 1979માં તૂટ્યો ત્યારે 18 દરવાજા હતા. ડેમ તૂટ્યા બાદ 1980 માં નવો મહાકાય અને મજબૂત ડેમ બનાવનું કામ શરૂ થયું અને 1981માં આ મચ્છુ ડેમનું કામ પૂરું થયું અને 1982માં ડેમમાં પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી.મચ્છુ-2 ડેમની ઉંડાઈ 33 ફૂટની છે. હાલમાં આ ડેમના કુલ 38 દરવાજામાં 18 જુના અને 20 નવા દરવાજા છે.1981 થી અત્યાર સુધીમાં ડેમમાં નાનું મોટું રીપેરીંગ કરવામાં આવ્યું છે પરંતુ દરવાજા નુ રીપેરીંગ 40 વર્ષ બાદ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.









