મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં આવેલ મચ્છુ ૨ ડેમ માંથી પાણીની આવક ચાલુ હોય તેમાંથી ૧૪૦૦ ક્યુસેક પાણીની ઈનફ્લો અને ૯૦૦ કયુસેક પાણીની આઉટ ફ્લો કરવામાં આવનાર છે. તેથી મચ્છુ – ૩ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં આવેલ મચ્છુ ૨ ડેમ માંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત હતી થયેલ છે. તો સિંચાઇ યોજનાના નીચાણવાસ માં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવે છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર,નાસણકા, નવા સાદુળકા,જુના સાદુળકા, રવાપર, (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોબડા તેમજ માળીયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર,નવાગામ, રાસંગપર, વિવદરકા, માળિયા(મી) (૭) હરીપર અને ફતેપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ બપોરે ૦૨:૦૦ વાગ્યાના સમયે ચાર દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવશે. જેમાં ૧૪૦૦ ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે ૯૦૦ ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવશે.