મોરબી શહેર ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા હતા.કમોસમી વરસાદને કારણે નાના વેપારીઓ, સીઝનના મસાલાના વેપારીઓ તેમજ ખેડૂતોને ભારે નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે.
તેમજ અનેક જગ્યાએ વૃક્ષો વીજપોલ અને કાર પર પડવાના બનાવ પણ સામે આવ્યા છે.જોકે કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે જ મુજબ મોરબી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.
તેથી ગરમીમાં મરચા અને ગરમ મસાલા લઈને બેઠેલા પાથરણા વાળા ધંધાર્થીઓ પર કમોસમી વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સામે આવી છે. અને નાના ધંધાર્થીઓએ ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
તેમજ નાના ધંધાર્થીઓએ ગરમ મસાલા પર તાલપત્રી ઢાંકી મસાલા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મોરબી વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ પડ્યો છે. દિવસ દરમિયાન આકરા તાપ દ્વારા વાતાવરણ માં પલ્ટો આવતા ધોધમાર વરસાદ પડ્યો છે. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફુંકાતા અનેક જગ્યાએ ઠેર ઠેર વૃક્ષો વીજવાયર પર અને વાહનો પર પડયાના બનાવો સામે આવ્યાં છે. જોકે હજું સુધી કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી.