Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં આલાપ રોડ ઉપર રહેતો યુવાન ફસાયો વ્યાજના વિષચક્રમાં ત્રણ વ્યાજખોર સામે...

મોરબીમાં આલાપ રોડ ઉપર રહેતો યુવાન ફસાયો વ્યાજના વિષચક્રમાં ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી

ચામડાતોડ વ્યાજની ઉઘરાણી કરી ત્રણ પૈકી એક વ્યાજખોરે બળજબરીપૂર્વક કાર પડાવી લીધી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલ અંજલીપાર્કમાં રહેતા યુવાને પ્યુમીકેશનના ધંધામાં આર્થિક જરૂરિયાત ઉભી થતા ઉંચા વ્યાજે રૂપિયા લીધા હોય જે વ્યાજની સમયસર ચુકવણી કરતો હોય ત્યારે તે વ્યાજની ચુકવણી માટે બીજા વ્યાજખોર પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે દર ૧૦ દિવસે ૭૦ હજાર જેટલું વ્યાજ ચૂકતે કરવા માટે ફરી ત્રીજા વ્યાજખોર પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા આમ યુવક વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો. ત્યારે ત્રીજા વ્યાજખોરને મૂડી વ્યાજ સહીત ચૂકવી દીધા બાદ પણ વધુ રૂપિયાની લાલચે ધાક ધમકી આપી હજુ વ્યાજ ચૂકવવું પડશે કહી બળજબરીપૂર્વક યુવકની એમજી હેક્ટર કાર પડાવી લીધી હતી તેમજ ત્રણેય વ્યાજખોર દ્વારા ગાળો આપી વ્યાજની ઉઘરાણી કરતા હોય ત્યારે આખરે યુવકે કંટાળી ત્રણેય વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગેરકાયદે નાણા ધીરધાર પ્રતિબંધ અધિનિયમ તથા ધાક ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ માણેકવાડા ગામના વતની હાલ મોરબીના આલાપ રોડ અંજલીપાર્ક સોસાયટીમાં રહેતા રવિરાજભાઈ જગદીશભાઈ દેત્રોજા ઉવ.૨૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ વ્યાજખોર આરોપી ભુપતભાઇ જારીયા રહે. મોરબી આનંદનગર, રાજેશભાઈ બોરીચા રહે. ગજડી ગામ તથા ભરતભાઈ કાનજીભાઈ ચાવડા રહે.મોરબી રવાપર ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે રવિરાજભાઈને પોતાના પ્યુમીકેશનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોય જેથી અલગ અલગ સમયે આરોપી ભુપતભાઇ જારીયા, રાજેશભાઈ બોરીચા તથા આરોપી ભરતભાઈ ચાવડા પાસેથી ઉંચા વ્યાજે રૂ.૧૨ લાખ લીધા હતા જે રૂપિયાનું રવિરાજભાઈ દર દસ દિવસે રૂ.૧,૧૦,૦૦૦/-વ્યાજની ચુકવણી કરતા હોય ત્યારે વ્યાજે રૂપિયાના બદલામાં રવિરાજભાઈ પાસેથી અલગ અલગ બેન્કના સાઈન કરેલા કોરા ચેક તથા નોટરીનું લખાણ બળજબરી પુર્વક લખાવી લઇ વ્યાજની ઉઘરાણી કરતા હોય ત્યારે આરોપી ભરતભાઈ ચાવડાને મૂડીના રૂપિયા વ્યાજ સહીત પરત આપી દીધેલ હોવા છતાં રવિરાજભાઈની એમ.જી એકટર કાર રજી.નં.GJ-36-R-2222 વાળી બળજબરી પુર્વક પડાવી લઇ બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે રવિરાજભાઈ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી તેમજ રૂપિયા આપી દીધા હોવા છતાં વધુ રૂપિયાની લાલચે ઉઘરાણી સતત ચાલુ રાખતા ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!