Wednesday, November 27, 2024
HomeGujaratવાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન

વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન

મોરબી જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેરમાં સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવબ્યુ હતું. જેમાં 28 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અને દીકરીઓને આયોજકો દ્વારા 101 કરિયાવરની ભેટ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું તા.12.5.2024 રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિની દીકરીઓના ત્રીજા શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નોત્સવમાં 28 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય મહાનુભાઓ, અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના 15000 થી વધુ લોકોએ આ શાહી સમુહલગ્નનને નિહાળ્યા હતા. જેમાં વાંકાનેરની દરેક સંસ્થાઓએ સેવા આપી હતી. તેમજ આ શાહી સામુહીક લગ્નોત્સવમાં રીતિકા ઠાકોર, રાજુભાઈ સાકરીયા અને આરતી ઠાકોરે લગ્ન ગીતની રમઝટ બોલાવી હતી. અને શાહી સામુહીક લગ્નોત્સવમાં દીકરીઓને 101 કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી, ઉદ્યોગપતિઓ અને કાર્યક્રમના મુખ્ય દાતાઓ, તેમજ અનેક સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં જયેશભાઈ સોમાણી (અધ્યક્ષ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ), જગદીશ બાંભણીયા (ઉપપ્રમૂખ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ),ભરતભાઇ હડાણી ( મોરબી જિલ્લા પ્રમુખ અ.ભા.કો.સ.) , વાલજીભાઈ ધરજિયા જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!