Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ ઉપર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું:સ્પાના સંચાલક સહીત બે...

મોરબીના પંચાસર રોડ ઉપર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું:સ્પાના સંચાલક સહીત બે શખ્સોની અટકાયત

મોરબીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે પંચાસર રોડ ઉપર સ્પાની આડમા ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી સ્પા સંચાલક સહિત બે શખ્સને ઝડપી લઈ તેની સ્થળ ઉપર્થી ધરપક્ડ કરવામાં આવી હતી. આ સાથે સ્પામાં હાજર પરપ્રાંતીય ચાર યુવતીને હાલ ઝડપી લઇ સમગ્ર દેહવ્યાપારના ગેરકાયદે ધંધાને ખુલ્લો પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે, પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટમાં ‘આનંદા ફેમિલી સલૂનમાં’ સ્પાની આડમાં રૂપલલનાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે, જે બાતમીને આધારે ડમી ગ્રાહકને મોકલી પોલીસ ટીમે રાત્રીના સમયે દરોડો પાડતા સ્પામાં રૂપલલના નિવસ્ત્ર હાલતમાં મળી આવતા પોલીસે સ્પા સંચાલક ધર્મેન્દ્ર કેશવજી કાવર રહે.ધ્રુવનગર તા.ટંકારા અને સ્પામાં નોકરી કરતા રાહુલ ગોરધનભાઇ બારૈયા રહે.ત્રાજપર વાળાની ધરપકડ કરી અનૈતિક વ્યાપાર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં પોલીસે દરોડા દરમીયાન આનંદા સ્પામાંથી ચાર પરપ્રાંતીય યુવતીઓ મળી આવતા પોલીસે તમામના મોબાઈલ ચેક કરી પૂછપરછ કરી હતી, આરોપી સ્પા સંચાલક ધર્મેન્દ્ર કેશવજી કાવરની પૂછપરછમાં પોતે સ્પામાં આવતા ગ્રાહક દીઠ ૫૦૦ વસુલતો હોવાનું અને કોઈ ગ્રાહક શરીરસુખ માણવાનું કહે ત્યારે વધારાના નાણાં લઈ સગવડ પુરી પાડતો હોવાનું તેમજ આરોપી રાહુલ બારૈયા ગ્રાહકો માટે બેડ તૈયાર કરી, સાફસફાઈ કરતો હોવાનું કબલ્યું હતું. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૫ હજાર, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૦ હજાર સહિત કુલ ૧૫હજારનો મુદ્દામાલ તેમજ કોન્ડમના પેક્ટ, અંડર ગારમેન્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અનૈતિક વ્યાપાર(પ્રતિબંધ) અધિનિયમની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!