મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ઢૂવા ગામ નજીક આવેલ સ્પા સલૂનમાં ચેકીંગ હાથ ધરતા સ્પામાં કામ કરતી વર્કરના બાયોડેટા સંબંધિત પોલીસ મથકમાં નોંધ નહિ કરાવનાર તથા સ્પા પાર્લરમાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં નહિ રાખનાર રાજકોટનો સ્પા-સંચાલક મળી આવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ઢૂવા ગામ નજીક ચોકડી પાસે શ્યામ પ્લાઝાના પ્રથમ માળે દુકાન નં.૧૦૫ માં આવેલ સ્પર્શ સ્પા પાર્લરમાં મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરતા સ્પર્શ સ્પા પાર્લરમાં કામ કરતી સ્પા-વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી સંબંધિત પોલીસ મથકમાં નોંધ નહિ કરાવ્યાનું સામે આવ્યું હતું તથા સ્પર્શ-સ્પામાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચાલુ હાલતમાં ન રાખી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી એવા સ્પર્શ-સ્પાના સંચાલક કમલભાઇ ઉર્ફે રાજુ શીતલપ્રસાદ બોરાસી ઉવ.૪૧ રહે. રાજકોટ પુનીતનગર-૨ શેરી નં-૪ બજરંગવાડી જામનગર રોડની સ્થળ ઉપરથી અટક કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.