ઉનાળામાં લોકો દરિયા, નદી, વોટરપાર્કમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીના જૂના સાદુરકા ગામે મચ્છુ નદીમાં બહી હતી. જેમાં સાત મિત્રો નહાવા પડ્યા હતા. જો કે,તેમાંથી ૩ લોકો ડૂબ્યા હતા. જેમના કલાકોની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે ગઈકાલે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીર પણ ડૂબ્યા હતા. અહીં એક યુવક સહીત કુલ 7 જેટલા સગીર ન્હાવા આવ્યા હતા. જેમાંથી પરમાર ચિરાગ (ઉં.20) નામનો યુવક અને ભંખોડિયા ધર્મેશ (ઉં.16) અને ભંખોડિયા ગૌરવ (ઉં.17) નામના સગીર પાણીમાં ડૂબ્યા છે. મોરબીમાં મચ્છુ-2 ડેમ નજીક નદીમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી ગયેલા એક યુવક અને બે સગીરની શોધખોળ હાથ ધરાઈ હતી. મોરબી, રાજકોટની ફાયર ટીમ, NDRF, SDRF ટીમો પણ જોડાઈ હતી. અને કલાકોની જહેમત બાદ યુવક અને બે સગીરના મૃતદેહ શોધી કાઢ્યા છે.
મચ્છુ ૨ ડેમના દરવાજાનું રીપેરીંગ કામ શરૂ કરવાને કારણે મચ્છુ ૨ ડેમ ખાલી કર્યો હોવાથી પાંચ દરવાજા થકી પાણી છોડવામાં આવ્યું હતું જે પાણી વહીને મચ્છુ ૩ ડેમ તરફ જાય છે અને મચ્છુ ૩ ડેમ ના પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હેઠ્વાસ માં નદી ના પટ માં કોઈને પણ અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી છતાં તંત્રની ચેતવણીને હળવાશ થી લઈને તમામ મિત્રો મચ્છુ નદીમાં ન્હાવા પડ્યા હતા અને તે દરમિયાન ત્રણ મિત્રો ડૂબી ગયા હતા અને તંત્રની ચેતવણીની અવગણના મોત માં પરિણમી હત્તી જેને લઇને તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પાણી નુ વહેણ ચાલુ હોય ત્યારે કોઈ તરવૈયા હોય તો તેને પણ આ નદીમાં જવું ન જોઈએ કેમ કે જ્યારે પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે એ તરવા કે નહાવા લાયક સ્થિતિમાં હોતું નથી.અને આ બાળકોની નાનકડી જીદ ની મોટી કિંમત ચૂકવવી પડી છે જેથી લોકો આવી ચેતવણીને અવગણે નહિ અને તંત્રની મનાઈ હોય છતાં નદીમાં કે નદીના પટમાં જાય નહિ તેનું ખાસ ધ્યાન રાખે.