હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અસ્થિ વિસર્જનનું એક અનોખું મહત્વ રહેલું છે. માનવામાં આવે છે કે, માનવીના મૃત્યુ બાદ તેની અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને આત્માને શાંતિ મળે છે. ત્યારે મોરબીનાં જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ હતું.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહીક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોનાં અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, કૌશિક વ્યાસ, પોલા પટેલ, મનિષ પટેલ, નરેન્દ્ર રાચ્છ, પ્રતાપ ચગ, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હરીશ રાજા, કૌશલ જાની, વિપુલ પંડિત સહીતના અગ્રણીઓ જોડાયા હતા.