મોરબી જીલ્લામાં અકાળે મૃત્યુના ત્રણ બનાવમાં ૫૫ વર્ષીય પ્રૌઢને હાર્ટ એટેક સહીત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. ત્યારે પોલીસે અપમૃત્યુ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા નજીક જુના ગોર ખીજડીયા રોડ સી.એસ.પ્રિન્ટ પેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા રામસીંગ ઔતાર એ કોઇપણ કારણોસર ક્વાર્ટરના રૂમમાં પોતાની જાતે છતના પંખાની સાથે ઇલેકટ્રીક વાયર બાંધી ઇલેકટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે મૃત્યુ અંગે મૃતકની ડેડબોડી લેબર ક્વાર્ટરમાં જ રહેતા ધીરજકુમાર સુરજકુમાર ગૌતમ દ્વારા હોસ્પિટલ લવાતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જયારે બીજા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર તાલુકાના જોધપર ગામે કાંતીભાઈ કેશુભાઈ સોંલકી ઉવ.૫૫ રહે.જોધપર તા.વાંકાનેર જી.મોરબી પોતાની વાડીયે ખાટલામા સુતા હતા ત્યારે પરિવારજનો દ્વારા ઉઠાડતા કાંતિભાઈ કાઈ બોલતા ચાલતા ન હોય અને બેભાન હાલતમા તેઓને હાર્ટ એટેક આવતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસી કાંતિભાઈ મરણ ગયેલાનુ જાહેર કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોત રજી. કરી તપાસ ચલાવી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં હળવદ સરા રોડ, જુના દલીતવાસ હળવદમાં રહેતા ગીરીશભાઇ દુધાભાઇ પરમાર ઉવ.૩૬ એ કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંકમાં પોતે પોતાની જાતે ગળો ફાંસો ખાઇ જતા મૃતકના મોટાભાઈ ધર્મેન્દ્રભાઇ દુધાભાઇ પરમાર હળવદ સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે ગીરીશભાઈને જોઇ તપાસી મરણ ગયેલનુ જાહેર કરતા હાલ હળવદ પોલીસે મૃત્યુના આ બનાવમાં અ.મૃત્યુની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.