માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા પાંચ માસથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના સાગર જિલ્લા ખાતેથી મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. જે રીઢો ગુન્હેગાર અગાઉ એમ.પી.માં ૨ ચોરીના ગુન્હામાં અને ૨ મારામારીના ગુન્હામાં જેમાં એક અતિ ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોવાથી અને એક મારામારીના ગુન્હામાં નાસતો ફરતો હોય તેવા રીઢા ગુન્હેગારને પકડી ધોરણસરની કાર્યવાહી કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમ એકસન સીરામીકના કારખાનામાં ફરિયાદીની સગીરવયની દીકરીને અપહરણ કરી ભગાડી લઈ ગયેલ ગુન્હામાં નાસતા ફરતા આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ (પટેલ) ઉ.વ.૩૦ મઘ્યપ્રદેશના સાગર જિલ્લા વાળાને સાગર જિલ્લામાં હોવાની બાતમી મળતા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમ સાથે સાગર જીલ્લામા મંજુરી આધારે તપાસમા હકિકત વાળી જગ્યાએ જઈ અને આ કામના આરોપી તથા ભોગબનનાર ને સાગર ખાતેના કેન્ટ વિસ્તારમાંથી હસ્તગત કરી માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતા આરોપી એમ.પી.માં ૨ ચોરીના ગુન્હામાં અને ૨ મારામારીના ગુન્હામાં જેમાં એક અતિ ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોવાથી અને એક મારામારીના ગુન્હામાં નાસતો ફરતો હોય તેવા રીઢો ગુન્હેગાર હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી….