રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં મારામારી તથા પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલ ચાર ઇસમોને મોરબી જિલ્લા પોલીસ દ્વારા પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં મારામારી તથા પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ મારામારી તથા પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા મોરબી જિલ્લા પોલીસના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી સાજીદ અલ્લારખાભાઇ લંજા (રહે.રાજકોટ જંકશન પ્લોટ શેરી નં.૦૧ જી.રાજકોટ)ને પ્રોહીબીશનના ગુન્હામાં લાજપોર મધ્યસ્થ જેલ, સુરત, મોસીન રફીકભાઇ કડીયા (રહે. મોરબી વાવડી રોડ શુભમશેરી તા.જી.મોરબી)ને પ્રોહીબીશનના ગુન્હામાં મધ્યસ્થ જેલ, વડોદરા, ભાવેશ હરીશભાઇ ઉર્ફે હરેશભાઇ ચાવડા દલવાડી (રહે.સાપકડા તા.હળવદ જી.મોરબી)ને શરીર સબંધી ગુન્હામાં મધ્યસ્થ જેલ, વડોદરા તથા મુસ્તાક જુસબભાઇ કટીયા (રહે. મોરબી મચ્છીપીઠ ઇદગાહ રોડ જી.મોરબી)ને પ્રોહીબીશનના ગુન્હામાં જીલ્લા જેલ, જુનાગઢ ખાતે આજે તા.૧૭/૦૫/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે મોકલવામાં આવ્યા છે.