Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી:ગ્રાહકોની મજબુરીનો લાભ ઉઠાવતી ફાયનાન્સ કંપની ઉપર રિઝર્વ બેંક ક્યારે પગલા લેશે?,ગ્રાહક...

મોરબી:ગ્રાહકોની મજબુરીનો લાભ ઉઠાવતી ફાયનાન્સ કંપની ઉપર રિઝર્વ બેંક ક્યારે પગલા લેશે?,ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબીમાં શ્રમિક અને મધ્યમવર્ગના લોકોને મકાન લોન તેમજ વાહન લોન આપતી ફાયનાન્સ કંપની તરફથી થતી હેરાનગતિ કરતી ફાયનાન્સ કંપનીઓ સામે ગ્રાહકના હિતમાં પગલા લેવા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અમદાવાદ રિઝર્વ બેંકના ગવર્નરને લેખિત રાવ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખની લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી ઔધોગીક નગરી છે અહીં શ્રમીક અને મઘ્યમવર્ગના લોકો મહેનત કરીને તેનું જીવન નિર્વાહ કરીને ગુજરાન ચલાવે છે શ્રમીકો પોતાની આજીવીકા માટે પેસેન્જર રીક્ષા કે અન્ય માલવાહક નાના વાહન જે તે ફાયનાન્સ કંપનીમાંથી લોન ઉપર ખરીદી કરે છે, ત્યારે લોન આપતી વખતે અમુક ફાયનાન્સ કંપનીઓ ગ્રાહકને આંબા આંબલી બતાવે છે અને તમામ દસ્તાવેજી કાગળો ઉપર ગ્રાહકોની સહીઓ કરાવી લ્યે છે જે કાગળો ઉપર હંમેશા અંગ્રેજીમાં લખાણ હોય છે, એટલે અભણ ગ્રાહકને જયાં કહે ત્યાં સહી કરી નાખે છે અને ગ્રાહકે આપેલા ચેક ગ્રાહકે આપેલ તારીખ નહીં પણ કા વહેલા અગર મોડા નાખે છે જેથી પાંચ સો રૂપિયા જેવી રકમ દંડ તરીકે વસુલ કરી શકે વ્યાજની કોઇ સીમા હોતી નથી જાણવા પ્રમાણે વચ્ચે વ્યાજ વધારવામાં આવે છે. ઘણી બધી ફાયનાન્સ ની હેડ ઓફીસ મુંબઇ- ચેનાઈ, કલકતા હોય છે એટલે ન્યાય નું ક્ષેત્ર તેના રાજયમાં હોય છે. ગ્રાહકને કોઇપણ જાણ કર્યા વગર ત્રણ હપ્તા ચડીગયા એટલે વાહન જે જગ્યાએ હોઇ ત્યાંથી ઉઠાવી જાય છે ખેંચી ગયા પછી તેની પહોંચ આપતા નથી ગ્રાહકને જાણ કર્યા વગર ગાડી વહેચી નાખે છે અને વહેચતા ગ્રાહક પાસે લેણા રૂપિયા નીકળે છે ફાયનાન્સ કાં. ની આવી મનમાનીને કારણે ગ્રાહકો દુઃખી થાય છે. ધંધા વગરના થાય છે.

આવી જ હાલત મકાન લોન ગ્રાહકની છે પાંચ લાખની લોનના જાણવા પ્રમાણે દસ લાખ ભરવાના આવે છે. બે થી ત્રણ હપ્તા બાકી હોય તો મકાનને શીલ મારી નાખે છે. તેવું જાણવા મળેલ છે. પહેલા મકાનની લોન લીધી હોય ને શીલ મારવાના હોય તો કલેકટર કે મામલતદાર ને બોલાવવા પડતા અને બન્ને અધિકારી ગ્રાહકને સાંભળતાને ન્યાય આપતા હવે ગ્રાહકનું ચાલીસ લાખનું મકાન હોઇ પાંચ લાખ બાકી હોય તો ફાયનાન્સના માણસ શીલ મારી દે છે આવી ફાયનાન્સ કું. ઉપર કોઇ રીઝર્વ બેંકની લગામ ખરી કે નહીં બેંકે ફાયનાન્સને કઇ શરતે માન્યતા આપેલ છે વ્યાજ અને ચેક બાઉન્સ માં કેટલા દંડની જોગવાઇ છે તે ગ્રાહકને જાણકારી હોવી જરૂરી છે જો આવી ફાયનાન્સ કું. ગ્રાહકની સેવાને બદલે મજબુરીનો લાભ ઉઠાવતી હોય તેવી ફાયનાન્સની માન્યતા રદ થવી જોઇએ આ બાબતે ગ્રાહકના હીત માટે ગર્વનર પગલા ભરે તેવી અપેક્ષા સાથેની લેખિત રજૂઆત કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!