મોરબીના પીપળી ગામે લગ્ન પ્રસંગમાં દીકરી સાથે રાસ ગરબા લેવા બાબતે બોલાચાલી થતા જે બાબતે માતા અને બહેન ગાંધીનગરથી આવેલા જમાઈએ સમજાવવા જતા જમાઈ તથા તેની સાથેના તેના બનેવીએ ભેગા થઇ સાસુ તથા પાટલાસાસુને ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસીની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના વનાળીયા રહેતા હેતલબેન શૈલેષભાઇ વાઘેલા ઉવ-૩૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી (૧)મનોજભાઇ રાણાભાઇ પરમાર રહે. ગાધીનગર, (૨)જીતેન્દ્રભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી મનોજભાઈ પરમારે ફરિયાદી હેતલબેનની નાની બહેન શીવાની સાથે લવ મેરેજ કરેલ હોય ત્યારે હેતાંકબેનની બીજી નાની બહેન પુજાના લગ્ન હોવાથી હેતલબેનની બહેન શીવાની તથા આરોપી મનોજભાઈ તથા મનોજભાઈના બનેવી આરોપી જીતેન્દ્રભાઈ બન્ને લગ્નમા પીપળી ગામ આવેલ હોય અને આ લગ્નમાં હલદીના પ્રસંગે હેતલબેનની બહેન શીવાની રાસ ગરબા રમતી હોય તે દરમ્યાન આરોપી મનોજભાઈએ તેની પત્ની શીવાની સાથે ગરબા રમવા બાબતે બોલાચાલી કરતા હેતલબેન તથા તેમના માતા અમીતાબેન અને તેમના ભાઈ મિતુલભાઈ આરોપી મનોજભાઈને સમજાવવા જતા બંને આ આરોપીઓએ હેતલબેન તથા તેમની માતા-ભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા દેકારો થતા લગ્ન પ્રસંગમાં આવેલા સગા સંબંધીઓએ વધુ માર મારતા રોક્યા હતા ત્યારે હેતલબેન તથા તેની માતા અને ભાઈને બંને આરોપીઓ દ્વારા શરીરે મુઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓની સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.